આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઍરપોર્ટના ટર્મિનલ-1 પાસે બૉમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ ઍરપોર્ટના અધિકારીનો ફોન પર સંપર્ક સાધી ઍરપોર્ટના ટર્મિનલ-1 પાસે બૉમ્બ પ્લાન્ટ કરાયાની કથિત ધમકી આપનારા અજાણ્યા શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. ધમકીનો ફોન આવતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને ઍરપોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી હતી.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે સિનિયર એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે ફરજ બજાવતી ગીતાંજલિ નેરુરકર (37)ને શુક્રવારની સવારે ધમકીભર્યો કૉલ આવ્યો હતો. અજાણ્યા નંબર પરથી આવેલા કૉલને નેરુરકરે રિસીવ કરતાં શખસે ટર્મિનલ-1 પાસે બૉમ્બ હોવાની માહિતી આપી હતી.

આપણ વાંચો: પત્ની માટે વિમાનનું ઉડ્ડયન રોકવા પતિએ બૉમ્બની અફવા ફેલાવી

પોલીસ ફરિયાદ અનુસાર નેરુરકરે કૉલ કરનારા શખસે તે ક્યાંથી ફોન કરે છે, એવું પૂછ્યું હતું. જોકે સામે છેડેથી માત્ર ‘નવપાડા’ કહેવામાં આવ્યું હતું. બાદમાં નેરુરકરે બૉમ્બ ક્યાં પ્લાન્ટ કરાયા અંગે પૂછતાં કૉલ કરનારા શખસે ‘ટર્મિનલ-1, ગેટ નંબર-1… બેસ્ટ ઑફ લક’ કહીને કૉલ કટ કર્યો હતો.

નેરુરકરે તાત્કાલિક તેના વરિષ્ઠ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. બૉમ્બની ધમકીની માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં તપાસ કર્યા પછી કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં બૉમ્બ વાત અફવા સાબિત થઈ હતી. આ પ્રકરણે ઍરપોર્ટ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 505(1)(બી), 506(2) અને 507 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ જે નંબર પરથી ફોન આવ્યો હતો તેને ટ્રેસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button