Monsoonમાં પ્રવાસીઓનો પ્રવાસ Comfortable બનાવવા Western Railway લીધો મહત્ત્વનો નિર્ણય
મુંબઈઃ લાંબા સમયથી પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ વધુ લોકલ ટ્રેનોની રાહ જોઈ રહ્યા હતા અને આગામી બે મહિનામાં તેમની આ પ્રતિક્ષાનો અંત આવતો જણાઈ રહ્યો છે. જૂન મહિનાના અંતમાં કાંદિવલી સુધીની છઠ્ઠી લાઈન ટ્રેન વ્યવહાર માટે ખૂલ્લી મૂકવામાં આવશે. જેને કારણે ચોમાસાના સમયે જ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓનો પ્રવાસ સુલભ બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
ગોરેગાંવ-કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઈનનો 4.7 કિલોમીટરનો પહેલો તબક્કો ટ્રેન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે અને એ અંતર્ગત મલાડ, કાંદિવલી સ્ટેશન પર ટ્રેક બનાવવામાં આવશે. કાંદિવલીથી બોરીવલી દરમિયાનની 3 કિલોમીટરનું ભૂ-સંપાદન સમયસર પૂરું થશે અને કોઈ અવરોધ નહીં આવે તો નવેમ્બર, 2024 સુધી આ પ્રકલ્પનો અંતિમ તબક્કોમાં પણ પ્રવાસ માટે ખુલ્લો મૂકવાની યોજના હોવાનું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
કાંદિવલી સુધીની છઠ્ઠી લાઈન માટે કુલ 12 પૂલ ઊભા કરવામાં આવશે જેમાંથી આઠ રેલવે બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે અને બાકીના ચાર પૂલનું કામ વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે. આ સાથે સાથે જ મલાડ અને કાંદિવલી સ્ટેશનનું ઈલેક્ટ્રિક ઈન્ટરલેકિંગ ઈમારત સહિત ટિકિટ રિઝર્વેશન સેન્ટર ઊભું કરવામાં આવશે. મલાડ સ્ટેશન પરની ટિકિટબારીનું કામ પૂરું થઈ ગયું છે.
આપણ વાંચો: Western railway તમારી માટે લાવ્યું છે સારા સમાચાર, જાણી લો
છઠ્ઠી લાઈન માટે ઊભી કરવામાં આવનાર સિગ્નલ સિસ્ટમનું બપણ 70 ટકા કામ અને ઓવર હેડ વાયર સંબંધિત કામ 40 ટકા જેટલું પૂરું થઈ ગયું છે. મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી વચ્ચે સ્લો અપ-ડાઉન અને ફાસ્ટ અપ-ડાઉન લાઈન છે. મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસથી રવાના થનારી મેલ એક્સપ્રેસ માટે અનેક વખત લોકલ ટ્રેનની અપ ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવે છે. જેને કારણે લોકલ ટ્રેનોના ટાઈમટેબલ પર અસર જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ તરીકે જ પશ્ચિમ રેલવેએ 30 કિમીની છઠ્ઠી લાઈન બનાવવાનો નિર્ણય લીધો હતો.
એક વખત આ છઠ્ઠી લાઈનની ટ્રેન વ્યવહાર માટે ખુલ્લી મૂકાશે એટલે ટ્રેનોના ટાઈમ ટેબલ પર અસર જોવા મળશે અને વધુ લોકલ ટ્રેનોની રાહ જોઈ રહેલાં પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની પ્રતિક્ષાનો અંત આવશે. એટલું જ નહીં ચોમાસામાં પશ્ચિમ રેલવે પર પ્રવાસલ કરી રહેલાં પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બનશે, એવો વિશ્વાસ પણ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
MUTP-2 પ્રોજેક્ટ હેઠળ મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઈનના પ્રકલ્પને મંજૂરી આપવામાં આવી હતી. ઉપયોગમાં લેવાઈ રહેલી રેલવે ટ્રેકની આસપાસની જમીનને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. આ પ્રોજેક્ટ માટે 918 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.