IPL 2024મનોરંજન

ચાલુ મેચમાં એવું તે શું થયું કે Shahrukh Khanના દીકરા Abram Khanએ માથે હાથ દીધો?

IPL-2024નો ફીવર હાલમાં બધા પર છવાયેલો છે ત્યારે Bollywood Actor Shahrukh Khan પણ અવારનવાર પોતાના બાળકો સાથે સ્ટેડિયમમાં પોતીની ટીમ Kolkata Knight Rider’s Teamને સપોર્ટ કરવા માટે પહોંચે છે. શુક્રવારે પણ SRK પોતાના નાના દીકરા અબરામ સાથે પોતાની ટીમને ચિયરઅપ કરતો દેખાયો હતો. આ દરમિયાન KKR’s Captain Shreyas Iyerની વિકેટ પડતાં શાહરુખ ખાનના લાડકવાયાએ એવું રિએક્શન આપ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. આ સિવાય પણ પિતા-પુત્રની જોડાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

ગઈકાલે ઈડન ગાર્ડન ખાતે Punjab Kings (PBK) Vs Kolkata Knight Rider’s (KKR) વચ્ચે રમાયેલી મેચમાં આઠ વિકેટથી KKRને પરાજિત કરી હતી. મેચ જોવા પહોંચેલા શાહરુખ ખાન પણ બાલ્કનીમાં બેસીને પોતાના બોલરને ધોવાતા જોઈ રહ્યા હતા. દરમિયાન KKRની બેટિંગ સમયે કંઈક એવું થયું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ALSO READ: પૂજા મુઝે ભી ઐસા હેર સ્ટાઈલ ચાહિયે… કોની હેર સ્ટાઈલનો દિવાનો થયો Sharukh Khan?

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરની વિકેટ પડતાં કિંગખાનના લાડકવાયા અબરામ ખાને જે રિએક્શન આપ્યું હતું એણે નેટિઝન્સના દિલ જીતી લીધા હતા. અચ્યયની વિકેટ પડતાં જ નાનકડાં અબરામે પોતાના માથા પર હાથ મારીને અફસોસ વ્યક્ત કર્યો હતો. આ સમયે તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોઈ શકાતી હતી. નેટિઝન્સ પણ અબરામના આ વીડિયો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં કેકેઆર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ જાયન્ટ્સ એક સમાન છે. ત્રણેય ટીમ અત્યાર સુધી આઠ મેચ રમી છે અને એમાંથી પાંચમા તેમને જિત મળી છે જ્યારે ત્રણેય ટીમ ત્રણ-ત્રણ મેચ હારી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ જો પઠાન, જવાન અને ડંકી જેવી ત્રણ સુપર હિટ બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ કિંગખાને પોતાની આગામી રીલિઝ અંગે કોઈ સ્પષ્ટતા તો નથી કરી પણ મળી રહેલી માહિતી પ્રમાણે પઠાણ-ટુ અને ટાઈગર વર્સીસ પઠાણ પ્રિ-પ્રોડક્શન ફેઝમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button