નેશનલ

હેલીકોપ્ટરમાં ચડવા જતા મમતા બેનર્જી પડવાથી ઈજાગ્રસ્ત; ચૂંટણી પ્રચાર દરમિયાન બની ઘટના

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જી ફરી એકવાર ઘાયલ થયા છે. આજરોજ દુર્ગાપુરથી આસનસોલ જતા સમયે હેલીકોપ્ટરમાં પગ લપસી જવાથી પગમાં ઈજા થઇ હતી.

ચૂંટણીનાં પુરજોશ પ્રચારનાં માહોલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ઘાયલ થયા છે. આજરોજ ચૂંટણી પ્રચાર માટે દુર્ગાપુરથી આસનસોલ જઈ રહ્યા હતા ત્યારે હેલીકોપ્ટરમાં ચઢતા સમયે પગ લપસી જવાથી પગમાં ઈજા થઇ હતી. આ પહેલા પણ તેમને ઘરમાં પડી જવાથી માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ સમયે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને ત્યાં હાજર રહેલા સુરક્ષાકર્મીએ જ મદદ કરી હતી.

આ પહેલીવાર નથી જ્યારે મમતા આ પહેલા પણ ઘણી વખત ઈજાગ્રસ્ત થઈ છે. તાજેતરમાં જ મમતાને તેના ઘરે ઈજા થઈ હતી. કેમ્પસમાં ચાલતી વખતે તે પડી ગઈ હતી, જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી.

તેને તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ટાંકા પણ આપવામાં આવ્યા. આ વર્ષની શરૂઆતમાં પણ તેઓ એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેઓ એક સરકારી કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતા હતા ત્યારે ઝાકળનાં કારણે તેના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન તેને ઈજાઓ પહોંચી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button