હિન્દુ મરણ
કચ્છી લોહાણા
મૂળ ગામ કચ્છ કેરા હાલ ઘાટકોપર નિવાસી સ્વ. કંકુબેન મુલજીભાઇ ઠક્કર (જોબનપુત્રા)ના પુત્રવધૂ. સુબોધભાઇના ધર્મપત્ની. ભાવનાબેન (ઉં. વ. ૭૦) તા. ૨૪-૪-૨૪ના રામશરણ પામેલ છે. તે દીપાલી નયન ઠક્કર તથા દીપ્તી મીતેશ કોટકના માતુશ્રી. સ્વ. પુષ્પાબેન ચંદ્રકાંતભાઇ, ગં. સ્વ. અનસુયાબેન દિલીપભાઇના દેરાણી, સ્વ. સરલાબેન તરુણભાઇના જેઠાણી. સ્વ. મીઠીબાઇ વેલજીભાઇ મજેઠીયાના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૪-૨૪ના ૫થી ૭. ઠે. અગ્રસેન હોલ, ત્રીજે માળે, સ્વામીનારાયણ મંદિર ૯૦ ફીટ રોડ, ઘાટકોપર, પૂર્વ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટીયા
અમરેલીવાળા હાલ દહીંસર અ. સૌ. સ્મીતા (રેખા) (ઉં. વ. ૬૬) તે કૃષ્ણરાજ વીઠલદાસ સંપટના ધર્મપત્ની. તે અ. સૌ. અલ્પા પ્રશાંતકુમાર ઉપાધ્યાય તથા સૌરભનાં માતુશ્રી. તે ટંકારાવાળા, સ્વ.વીઠલદાસ કેશવજી વેદના દીકરી. તે ભરતભાઇ, બીન્દુબેન મુકેશકુમાર આશર તથા દીપીકાબેનના બેન. તે કીરીટભાઇ, કિશોરભાઇ, મુકેશભાઇ તથા (સ્વ. કીર્તીદા) અ. સૌ. દક્ષા દીનેશકુમાર વેદના ભાભી. તે ચી. જાગ્રવ તથા તવીશના નાનીમા. તા. ૨૬-૪-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૪-૨૪ના રવિવારે ૫થી ૭. ઠે. સોની વાડી, સીંપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ), ઉઠમણાં પછી બેસવાનું બંધ છે.
ઔદિચ્ય પિસ્તાલીસ બ્રાહ્મણ
ગામ મુડેરી હાલ વિરાર સ્વ. સુરેશભાઇ હરગોવિંદ ઠાકર (ઉં. વ. ૮૩) તા. ૨૫-૪-૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. ચંદ્રિકાબેન ઠાકરના પતિ. દિપ્તી, નેહા, દિક્ષીતના પિતા. સ્વ. પ્રહલાદ મૂળશંકર ત્રિવેદી (કુકડીયા)ના જમાઇ. જયેશ, જીતેન્દ્ર જાની અને શૈલેષ બાબુલાલ ખત્રીના સસરા. દિવ્યા, નિધી, દુર્વા અને સલોનીના નાના. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભરૂચ દશા લાડ વણિક
અ. સૌ. કિરણબેન (ઉં. વ. ૭૪) તે જયંત ભગતના પત્ની. સ્વ. જયાગૌરી તથા અનંતલાલ શંકરલાલ ભગતના પુત્રવધૂ. સ્વ. મંજુલાબેન તથા જેકીશનદાસ ડાહ્યાભાઇ શાહ (ચિંચણ)ની પુત્રી. વિહા તથા વિકિલના માતુશ્રી. આદિત્ય, નિતલના સાસુ. સ્વ. રીટા તથા રમાકાંત, પ્રજ્ઞા તથા કોકીલભાઇ, રંજન વિરંચીલાલ જરીવાલાના ભાભી. બુધવાર, તા. ૨૪ એપ્રિલ ૨૪ના શ્રીજીચરણ થયા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૭ એપ્રિલ ૨૪ના ૫થી ૭. ઠે. બી. સી. સી. એ. હોલ, ભવન્સ કોલેજ કેમ્પસ, દાદાભાઇ રોડ, અંધેરી (પશ્ર્ચિમ).
સુરતી દશા શ્રીમાળી વિણક
કાંદિવલીવાળા મહેન્દ્ર ચંદુલાલ ઘીવાળા (ઉં. વ. ૮૪), તે ઉમા (હંસા) બેનના પતિ. સ્વ. સુંદરલાલ, સ્વ.સરોજબેન અને ગં.સ્વ.શકુબેનના ભાઈ. મોના, જિજ્ઞા અને સુશીલના પિતા. રાજેશ, જીમીત અને જિજ્ઞાના સસરા. તે સાસરાપક્ષે સ્વ. સુરેશભાઈ, ગીરીશભાઈ, પ્રબોધભાઈ નટવરલાલ પારેખ, સ્વ.સરોજબેન તથા ઉષાબેનના બનેવી. ૨૪.૪.૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ૨ સી/૮૪, કલ્પતરુ ગાર્ડન, કાંદિવલી પૂર્વ.
દશા મોઢ માંડલીયા વણીક
સરસીયા નિવાસી હાલ થાણા ગં.સ્વ. મંજુલાબેન મનહરલાલ ગઢીયા, (ઉં. વ. ૮૯) તે સ્વ. વ્રજકુંવરબેન જીવણલાલ ગાંધીના સુપુત્રી. તે સ્વ. રમણીકલાલ, સ્વ. ચંદુલાલ તથા સ્વ. કાંતીલાલ, સ્વ. સમજુબેનના બહેન. તે સ્વ. ભરત, કિરીટ, વિજય, શૈલેષ તથા નિલુના માતુશ્રી. તે રેખા, સુચિતા, દર્શના, હેતલ તથા ભરતકુમારના સાસુજી. અવનિ, દેવાંગી, પ્રિયંકા તથા વૈભવના દાદી. ખુશ્બુ તથા ધારાના નાની તા. ૨૫-૦૪-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભરૂચ મોઢ વણિક
વાસંતીબેન દેશમુખભાઈ છોવાલા (ઉં. વ. ૭૫), મૂળ ગામ ભરૂચ, હાલ બોરીવલી મુંબઈ, સ્વ. દેશમુખભાઈ છોવાલાના ધર્મપત્ની, વિશાલ તથા અપર્ણાના માતુશ્રી. હિમાંશુભાઈ દેસાઈના સાસુ. કુણાલી અને જેનીલના નાની શુક્રવાર, તા. ૨૬-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૭-૪-૨૦૨૪ના ૫ થી ૭. ગર્જતો મરાઠા હોલ, રેલ નગર, ચંદાવરકર એક્સટેન્શન રોડ, પુષ્પાંજલિ ગ્રાઉન્ડ સામે,બોરીવલી-વેસ્ટ. લૌકિક ક્રિયા બંધ
રાખેલ છે.