‘હીરામંડી…’ રિલીઝ પહેલા જેનેલિયાએ શું કહ્યું?
મુંબઈ: ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બાજાર’ તેના ઓટીટી રિલીઝના પહેલાથી જ ચર્ચામાં આવી છે. રિલીઝની ટેલેન્ટેડ સ્ટારકાસ્ટ અને ભવ્ય સેટને લીધે સિરીઝ રિલીઝ પહેલા જ એક મોટો ફેન બેઝ તૈયાર કરી લીધો છે.
હાલમાં ‘હીરામંડી: ધ ડાયમંડ બાજાર’નું સ્પેશિયલ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું, જેમાં બૉલીવુડના અનેક સેલિબ્રિટિઝે પણ હાજરી આપી હતી. આ પ્રીમિયરમાં જેનિલિયા દેશમુખ પણ આવી હતી. સિરીઝના બે એપિસોડને જોયા પછી જેનેલિયાએ સોશિયલ મીડિયા પર રિવ્યૂ શૅર કર્યો હતો.
આપણ વાંચો: આ Bollywood Actorએ કર્યા પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન…
‘હીરા મંડી: ધ ડાયમંડ બાજાર’ જોયા બાદ જેનેલિયા દેશમુખે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને સંજય લીલા ભણસાલીના વખાણ કર્યા હતા. જેનેલિયાએ ભણસાલી સાથે એક તસવીર શેર કરીને લખ્યું હતું કે ‘હમણાં જ હીરામંડીનો બીજો એપિસોડ જોયા છે અને હવે પછીના એપિસોડ જોવા માટે હું તત્પર છું’.
જેનેલિયાએ આગળ લખ્યું કે ‘શું અનોખી દુનિયા છે, શું જર્ની છે. હંમેશની જેમ આ વખતે પણ તમે (ભણસાલી)એ ધૂમ મચાવી છે. આખી કાસ્ટે ખૂબ જ શાનદાર કામ કર્યું છે. તેમ જ ક્રૂએ સિરીઝ નિર્માણ કરવામાં ખૂબ મહેનત કરી છે’. જેનિલિયા વધુ એક પોસ્ટ કરીને સિરીઝના એક્ટર ફરદીન ખાનને પણ અભિનંદન આપ્યા હતા. ‘હીરા મંડી: ધ ડાયમંડ બાજાર’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બી-ટાઉનના અનેક સેલિબ્રિટિઝ પહોંચ્યા હતા.
સ્ક્રીનિંગ બાદ અભિનેત્રી ઈશા દેઓલે રિવ્યુ આપતા લખ્યું હતું કે ‘શાનદાર’. ઈશાએ સંજય લીલા ભણસાલીના દિલથી વખાણ પણ કર્યા છે તેમ જ સિરીઝમાં વલી મોહમ્મદના રોલમાં જોવા મળતા અભિનેતા ફરદીન ખાનના અભિનયની પણ પ્રશંસા કરી હતી. સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અભિનેત્રી તનિશા મુખર્જી પણ આવી હતી. તનિશાએ તસવીરો શેર કરીને લખ્યું હતું કે , ‘#હીરામંડીની સ્ટોરી ખૂબ સારી છે! Netflix પર તે જરૂર જુઓ!