આમચી મુંબઈ

મરાઠા આરક્ષણ શિંદેએ જરાંગેને પારણા કરાવ્યા

…. પણ અજિત પવાર સાથે ન હોવાની ચર્ચાને વેગ

મુંબઈ: છેેલ્લા ૧૭ દિવસથી ચાલી રહેલી મનોજ જરાંગે પાટીલની ભૂખ હડતાલ આખરે આજે સમેટાઈ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અંતરવાલી સરટી ગામમાં ગયા અને મનોજ જરાંગે પાટીલને સમજાવ્યા હતા. જરાંગે પાટીલે મુખ્ય પ્રધાન ના હસ્તે જ્યુસ પીને ભૂખ હડતાળ તોડી હતી. જોકે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ન હોવાથી સરકારમાં બધું સમુંસૂતરું ન હોવાની ચર્ચા થઈ રહી છે.
“આ ખૂબ જ સારી વાત છે કે ભૂખ હડતાલ સમાપ્ત થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સ્થળ પર પહોંચી ગયા છે અને જરાંગે પાટીલે જ્યુસ પીને ઉપવાસ તોડ્યા છે. આ મહારાષ્ટ્ર માટે, મરાઠા ભાઈઓ માટે ખૂબ જ સારી બાબત છે, દિલીપ વલસે-પાટીલે કહ્યું હતું . સરકારની ભૂમિકા મરાઠા સમાજને આરક્ષણ આપવાની છે. તેમાં કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ છે. અમને વિશ્ર્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તે ટેકનિકલ મુશ્કેલીઓનું પણ ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે, એમ પણ દિલીપ વલસે પાટીલે જણાવ્યું હતું. સૌથી અગત્યનું, અનામત કેવી રીતે ટકી રહેશે? તે કેવી રીતે ટકી રહેશે? કોર્ટમાં શું થશે? હું અત્યારે આ અંગે ટિપ્પણી કરી શકીશ નહીં, પરંતુ કાયદેસર રીતે, આ માટે ચોક્કસપણે પ્રયાસો કરવામાં આવશે અને મરાઠાઓને ન્યાય આપવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું. એવી ચર્ચા હતી કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે જશે. પરંતુ વાસ્તવમાં મુખ્ય પ્રધાન એકલા ગયા એટફલે ચર્ચા શરૂ થઈ. “અજિત દાદા જાય કે મુખ્યપ્રધાન જાય, એક જ વાત છે. બંને રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે, તેઓ સરકારના એક મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે ત્યાં ગયા છે, એવો બચાવ દિલીપ વલસે પાટીલે કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત