આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૨૭-૪-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી, કલ્પાદિ
ભારતીય દિનાંક ૭, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૩
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી (તા. ૨૮મી), પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૪-૧૩, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૭ (તા. ૨૮)
ઓટ: સવારે ક. ૦૭-૧૨, રાત્રે ક. ૧૯-૫૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ક. ૨૨-૧૨. વિંછુડો સમાપ્તિ ક. ૨૮-૨૭. સૂર્ય ભરણી નક્ષત્રમાં ક. ૧૨-૫૬. વિષ્ટિ ક. ૦૮-૧૮ સુધી. કલ્પાદિ, દુર્ગાદેવી રથોત્સવ (અંજરાલે-રત્નાગિરી)
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: તર્પણ શ્રાદ્ધ. સંકષ્ટી વ્રત ઉપવાસ, ગણપતિને ચંદ્રોદય પછી ચંદ્રદેવતા અને ગણપતિનું પૂજન કરી દુર્વા ચઢાવી. એકટાણાનું ભોજન લેવું, જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ઈન્દ્રપૂજા, શનિ-બુધ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, ખેતીવાડી, પશુ લે-વેંચ, પ્રાણી પાળવા. જન્મકુંડળીમાં ચંદ્રના મંગળ-શનિ-રાહુ-સૂર્ય સાથેના અશુભ યોગો હોય, મન અશાંત રહેતું હોય તથા સંઘર્ષમય જીવન હોય તો સંકષ્ટી વ્રત ઉપવાસ નિયમ પાલન, ગણેશ પૂજા, નિત્ય ગણેશ ભક્તિ લાભદાયી પુરવાર થાય છે.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કાર્યરત રહેનારા ચંદ્ર-બુધ ત્રિકોણ ભાષાઓના જાણકાર, ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, માર્ગી બુધ-મીન, ગુરુ-મેષ (કૃત્તિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર