મહારાષ્ટ્રના નાવિકનું પાકિસ્તાનની જેલમાં મોત, 29મી એપ્રિલના ભારત લાવશે

પાલઘર: માછીમારે દરમિયાન ભારતીય સીમા પાર કરીને પાકિસ્તાનની સરહદ પ્રવેશવાના આરોપમાં દહાણુ તાલુકાના ૪૫ વર્ષિય વિનોદ લક્ષ્મણ કોલની ધરપકડ કરવામાં આવી હતી. સજા દરમિયાન ૧૭ માર્ચે પાકિસ્તાનમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના મૃતદેહને દોઢ મહિના પછી ૨૯ એપ્રિલે ભારત મોકલવામાં આવશે.
ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાત રાજ્યમાં બોટ પર કામ કરવા ગયેલા વિનોદ લક્ષ્મણ કોલને અન્ય ખલાસીઓ સાથે પાકિસ્તાન કોસ્ટ ગાર્ડ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને લગભગ દોઢ વર્ષ પહેલા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.
આઠમી માર્ચે, બાથરૂમમાં તેને સ્ટ્રોક આવતા તેમને પાકિસ્તાનની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું સાથી ખલાસીઓએ જણાવ્યું હતું. બાદમાં ૧૭ માર્ચે તેનું મૃત્યુ થયું હતું. ભારત સરકાર દ્વારા ફોલોઅપ કર્યા બાદ મૃતદેહ ૨૯ એપ્રિલે ભારત લાવવામાં આવશે.
સામાન્ય કેદી એવા આ નાવિકની રાષ્ટ્રીયતા નક્કી કર્યા પછી પણ મૃતદેહને ટ્રાન્સફર કરવામાં એક મહિનાથી વધુનો સમય લાગતો હોવાથી મૃતદેહના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ હોવાની શક્યતા છે.