સ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambaniની લંડનવાળી હોટેલનું એક રાતનું ભાડું છે એટલું કે…

Mukesh Ambani અને તેમનો પરિવાર દરરોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને હમણાં હમણાંથી તો Mukesh Ambaniની લંડનવાળી હોટેલની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે Anant Ambani-Radhika Merchantના લગ્ન અહીં થવાના હતા, પણ હવે આ દાવા બોગસ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. પરંતુ શું તમને ખબર છે કે આ હોટેલનું એક રાતનું ભાડું કેટલું છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…

Mukesh Ambaniની આ હોટેલનું નામ છે સ્ટોક્સ પાર્ક એસ્ટેટ અને આ એક આલિશાન અને ખૂબ જ શાનદાર ઈમારત છે. મુકેશ અંબાણીએ દુનિયાના અનેક ભાગમાં પોતાની અલગ અલગ પ્રોપર્ટી બનાવી છે અને 2021માં તેમણે લંડનની સ્ટોક્સ પાર્ક એસ્ટેટ હોટેલ ખરીદી હતી. આ આલિશાન હોટેલ 1908માં બનાવવામાં આવી હતી. 900 વર્ષ જૂની આ ઈમારત પહેલાં એક પ્રાઈવેટ રેસિડન્સ હતું અને ત્યાર બાદમાં તેને હોટેલમાં કન્વર્ટ કરવામાં આવ્યું હતું.
બ્રિટનના બકિંગહમશાયર સ્થિત હોટેલ બ્રિટનનું પહેલું કન્ટ્રી ક્લબ છે. ધીરે ધીરે તેને ફાઈવ સ્ટાર હોટેલમાં કન્વર્ટ કરવામાં આવી હતી અને એનો સમાવેશ બ્રિટનની સૌથી મોંઘી પ્રોપર્ટીમાં કરવામાં આવે છે. 300 એકરમાં ફેલાયેલી આ આલિશાન હોટેલમાં 49 લક્ઝરી રૂમ, તળાવ, ગાર્ડન, મોન્યુમેન્ટ્સ, સ્પા, ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ, જિમ, ફિટનેસ સેન્ટર, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.


એક સમયે આ બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ-2નું ઘર હતું અને અહીં અનેક હોલીવૂડ ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. આ હોટેલના એક રૂમનું એક રાતના ભાડાની વાત કરીએ તો એક વેબસાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર આ હોટેલમાં ડબલ રૂમનું એક રાતનું ભાડું 180 પાઉન્ડ એટલે કે આશરે 18,648.72 રૂપિયા જેટલું છે. અહીં રૂમની અલગ અલગ રેન્જ છે અને એ અનુસાર એનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.


તમારી જાણ માટે કે નીતા અંબાણીને આ પ્રોપર્ટી ખૂબ જ પસંદ છે અને તે અવારનવાર ફેમિલી સાથે અહીં રજા માણવા માટે આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button