58 વર્ષના ફેમસ ફૂટબોલરે બે દાયકા બાદ મેદાન પર ઊતરીને બે ગોલ કરી દીધા!
સાઓ પોઉલો: જાન હૈ તો જહાન હૈ…રમતના મેદાન પર ઉંમર ક્યારેય બાધારૂપ નથી હોતી….આવું બ્રાઝિલના એક ભૂતપૂર્વ ફૂટબોલરને અચૂક લાગુ પાડી શકાય.
1994માં બ્રાઝિલ ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું અને એના હીરો રોમારિયોએ બે દિવસ પહેલાં (બે દાયકાના લાંબા સમયગાળા બાદ) મેદાન પર કમબૅક કર્યું હતું.
રોમારિયો 58 વર્ષના છે. એક મૅચ માટેની પ્રૅક્ટિસ ચાલી રહી હતી અને રોમારિયો મેદાન પર ઊતર્યા અને ગણતરીની મિનિટોમાં સાથી ખેલાડીઓની વચ્ચે સેટ થઈ ગયા હતા અને ઉપરાઉપરી બે ગોલ કરી દીધા હતા.
‘રિયો ડિ જાનેરો ક્લબ અમેરિકા’ નામની ક્લબ ટીમના પ્રમુખ રોમારિયોએ પ્રૅક્ટિસમાં ખૂબ થાકી ગયા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘અમારી આ ટીમ આ વર્ષે સેક્ધડ ડિવિઝન ચૅમ્પિયનશિપમાં રમવાની છે અને આ ટીમમાં મારો પુત્ર રોમારિન્યોનો પણ સમાવેશ છે. પુત્ર સાથે પ્રૅક્ટિસ કરવાની અને રમવાની મારી ઇચ્છા છે. ઘણા રમતવીરોનું આવું સપનું હોય છે. બાસ્કેટબૉલ લેજન્ડ લીબ્રૉન જેમ્સ આવતા વર્ષે એનબીએમાં તેના પુત્ર સાથે રમવા માગે છે.
આપણ વાંચો: કોસ્ટલ રોડને બાંદ્રા-વરલી સી-લિંક સાથે જોડશે ફૂટબોલના મેદાન જેટલો વિશાળ ગર્ડર
રિવાલ્ડોને પણ એ મોકો મળ્યો હતો. મારે પણ મારા દીકરા સાથે મૅચમાં રમવું છે. હું વર્ષો પછી મેદાન પર ઊતર્યો એટલે આ ઓચિંતી પ્રૅક્ટિસ બાદ ખૂબ થાકી ગયો છું. કોઈએ મને સ્ટ્રેચરમાં સૂવડાવીને લઈ જવો પડશે. હું આખી ચૅમ્પિયનશિપ તો નહીં રમું, પણ અમુક મૅચોમાં થોડી મિનિટો માટે રમીશ જ.
રોમારિયોએ બન્ને ગોલ તેની આગવી સ્ટાઇલમાં કર્યા હતા. પેનલ્ટી બૉક્સ
ગોલપોસ્ટની ખૂબ નજીકથી તેણે જોરદાર કિક મારીને બૉલને નેટમાં મોકલી દીધો હતો.
રોમારિયો હવે રાજકારણી છે. 1990ના દાયકામાં તેઓ વિશ્ર્વના ટોચના ફૂટબોલર્સમાં ગણાતા હતા. 1994માં બ્રાઝિલે વર્લ્ડ કપની ફાઇનલમાં ઇટલીને 0-0ની ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ત્યારે બ્રાઝિલની ટીમના બીજા જાણીતા ખેલાડીઓમાં રોનાલ્ડો (આખું નામ રોનાલ્ડો લુઇસ નઝારિયો દ લિમા), ટૅફરેલ (ગોલકીપર), યૉર્ગિન્યો, બેબેટો, ડુન્ગા (કૅપ્ટન), ઝિન્યો, કફુ, માર્સિયો સૅન્ટોસ, વિયોલા અને લીઓનાર્ડોનો સમાવેશ હતો.