મનોરંજન

વિદ્યા બાલનને ‘The Dirty Picture’માં કામ કર્યા પછી લાગી ગઈ હતી કુટેવ…

મુંબઈ: ‘ધ ડર્ટી પિક્ચર’માં કામ કર્યા બાદ અભિનેત્રી વિદ્યા બાલન મોટા વિવાદમાં સપડાવવાની સાથે તેને ઘણી પ્રસિદ્ધિ પણ મળી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલને એક એવી અભિનેત્રીનો રોલ પ્લે કર્યો હતો જેને નશાની લત લાગી હતી. જોકે ‘ધ ડર્ટી પિક્ચર’ ફિલ્મમાં કામ કર્યા પછી વિદ્યા બાલનને સ્મોકિંગની આદત લાગી હતી અને તે છોડવી તેના માટે ખૂબ જ મુશ્કેલ બન્યું હોવાનો દાવો કર્યો હતો.

એક્ટર્સ તેમના અભિનયને ભજવવા માટે એવા હદ સુધી પહોંચી જાય છે કે તેમણે ભજવેલા રોલની અમુક બાબતો પોતે એડોપ્ટ કરી લે છે. તાજેતરમાં અભિનેત્રી વિદ્યા બાલને ‘ધ ડર્ટી પિક્ચર’માં કામ કર્યા બાદ તેને લાગેલી સ્મોકિંગની આદત અંગે વાત જણાવી હતી.


વિદ્યા બાલને કહ્યું હતું કે મેં શૂટિંગ પહેલા પણ સ્મોકિંગ કર્યું હતું. સિગારેટ કેવી રીતે પીવી તે બાબત મને ખબર હતી પણ હું સ્મોક કરતી નહોતી, પરંતુ ફિલ્મમાં મારા પાત્ર માટે ધૂમ્રપાન કર્યા વગર માત્ર એક્ટિંગ કરવી તે શક્ય નહોતું. સ્મોક કરતી સ્ત્રીઓ બાબતે એક ચોક્કસ ધારણા નક્કી થઈ ગઈ છે, જેથી હું ફિલ્મમાં સિગારેટ પીવામાં કોઈપણ ખરાબ બાબત અનુભવી નહોતી.


વિદ્યા આજે પણ સ્મોક કરે છે કે નહીં એ બાબતે પણ તેણે જણાવ્યું હતું. વિદ્યાએ કહ્યું હતું કે ‘ના, મને નથી લાગતું કે મારે કૅમેરા પર આ કહેવું જોઈએ, પણ મને સ્મોક કરવું ગમે છે. જો તમે મને કહો કે સિગારેટ પીવાથી કોઈ નુકસાન થતું નથી તો હું ચેન સ્મોકર બની જઈશ.


મને સિગારેટના ધુમાડાની સ્મેલ ખૂબ ગમે છે. કૉલેજના દિવસોમાં બસ સ્ટોપ પર સ્મોક કરતાં લોકો નજીક હું બેસતી હતી. ‘ડર્ટી પિક્ચર’ પછી મને સિગારેટની લત લાગી ગઈ. હું દરરોજ 2-3 સિગારેટ પીવા લાગી હતી, એવો ખુલાસો પણ તેણે કર્યો હતો.

વિદ્યા બાલને બૉલીવૂડમાં પોતાની અદાથી અનેક ફિલ્મોમાં ચાર ચાંદ લગાવ્યા છે. તેણે અક્ષય કુમાર સાથે ‘ભૂલભુલૈયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે હાલમાં ‘દો ઔર દો પ્યાર’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યા સાથે ઈલિયાના ડિક્રૂઝ સાથે ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી જોવા મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button