મનોરંજન

કોણ છે સિમર ભાટિયા, જે બિગ બીના દોહિત્ર સાથે ડેબ્યૂ કરશે?

મુંબઈ: બૉલીવુડ ફિલ્મ જગતમાં અનેક સ્ટાર કિડ્સે એન્ટ્રી કરી છે. હવે બૉલીવુડમાં વધુ એક સ્ટાર કિડનું ડેબ્યૂ થવા જઈ રહ્યું છે. આ સ્ટાર કીડ કોઈ બીજું નહીં પણ અભિનેતા અક્ષય કુમારની ભાણેજ સિમર ભાટિયા છે, જે હવે બૉલીવુડની ફિલ્મી દુનિયામાં પોતાનું પહેલું પગલું ભરવા જઈ રહી છે. સિમર ભાટિયા અમિતાભ બચ્ચનની દીકરીના દીકરા એટલે દોહિત્ર અગસ્ત્ય નંદા સાથે ‘ઈક્કીસ’ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે.

અભિનેતા અક્ષય કુમારની બહેન અલ્કા ભાટિયાની દીકરી સિમર ભાટિયા બૉલીવુડમાં ડેબ્યૂ કરશે તેમ જ તે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા સાથે પોતાની પહેલી ફિલ્મ કરવાની છે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે તેમ જ આ અગસ્ત્યની બીજી ફિલ્મ છે. આ પહેલા અગસ્ત્યએ ‘ધ આર્ચિસ’માં કામ કર્યું હતું.


સિમર ભાટિયા કેવી દેખાય છે તેની ઉંમર શું છે? જેવી અનેક બાબતો હજુ સુધી સામે આવી નથી, જોકે સિમર ભાટિયા અનેક વખત તેના મામા અક્ષય કુમાર અને મામી ટવિન્કલ ખન્ના સાથે સોશિયલ મીડિયાના ફોટોઝમાં જોવા મળી છે તેમ જ એક વખત સિમર તેની મમ્મી સાથે કપિલ શર્માના શોમાં પણ આવી ચૂકી છે અને કપિલે પણ તેની બ્યુટીના ખૂબ વખાણ કર્યા હતા.


છેલ્લા અનેક સમયથી સિમર ભાટિયા અને અગસ્ત્ય નંદા સાથેની ‘ઈક્કીસ’ ફિલ્મમાં જોવા મળવાની છે એવા સમાચાર આવતા હતા અને ગયા મહિને આ ફિલ્મનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું તેમ જ આ ફિલ્મ ઓઓટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાની છે અને સિમર ભાટિયા આ ફિલ્મથી બૉલીવૂડ ડેબ્યું કરશે એવા સમાચાર છે.


સિમર ભાટિયાની મમ્મી અલ્કા ભાટિયા લાઈમલાઇટથી દૂર છે પણ સિમરને એક્ટિંગનો શોખ હોવાથી તેણે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું હતું અને હવે તે તેની પહેલી ફિલ્મ ‘ઈક્કીસ’ને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button