સ્પેશિયલ ફિચર્સ

ગરમીમાં કરો આ Aayurvedic Juiceનું સેવન અને જુઓ Magic…

અત્યારે બળબળતી ગરમી પડી રહી છે ત્યારે લોકો શક્ય હોય એટલું વધારે ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે. આ ઠંડા પીણાથી શરીરને ઠંડક મળે છે અને ગરમીથી બચવામાં મદદ પણ મળે છે. આવી પરિસ્થિતિમાં હેલ્થ એક્સપર્ટ્સે કેટલાક એવા આયુર્વેદિક ઠંડા પીણા વિશે જણાવ્યું છે કે જે તમને ગરમી સામે રક્ષણ આપશે. આવો જોઈએ કયા છે આ હેલ્ધી ડ્રિંક્સ…

દાડમનું જ્યુસ
દાડમમાં ઘણા બધા પોષક તત્ત્વો જોવા મળે છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે પણ ગરમી ઠંડકનો અહેસાસ કરવા માંગો છો તો દાડમના જ્યુસનું સેવન અવશ્ય કરવું જોઈએ.

બેલના ફળનું શરબત
બેલના ફળની તાસીર ઠંડી હોય છે અને ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડવા માટે બેલના ફળનું કે તેમાંથી બનાવવામાં આવેલા જ્યૂસનું સેવન કરવું જોઈએ. બેલના શરબતથી આરોગ્યને ઘણા બધા ફાયદા પહોંચે છે અને જો તમને પેટમાં ગરમી હોય તો અને લૂથી બચવા માટે પણ બેલના શરબતનું સેવન કરવું જોઈએ.

વરિયાળીને ફૂદીનાનું શરબત
વરિયાળી અને ફૂદીના બંનેની તાસીર ઠંડી હોય છે એ વાત તો આપણે જાણીએ છીએ. આવી પરિસ્થિતિમાં વરિયાળી અને ફૂદીનાનું શરબત પીવાથી ઠંડક અનુભવાય છે અને લૂથી બચાવ કરવામાં પણ મદદ મળે છે. આ સિવાય આ શરબત પાંચન શક્તિ સુધારવામાં પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ખસખસનું શરબત
ખસખસમાં પણ ઘણા બધા પોષક તત્ત્વો જોવા મળે છે અને આ સાથે ખસ ખસના શરબતની તાસીર પણ એકદમ ઠંડી હોય છે. વધી રહેલી ગરમીમાં ખસખસના શરબતનું સેવન કરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button