આમચી મુંબઈ

તમને પણ આવ્યો છે એસઆઈ પ્રદીપ સાવંતના નામે કોલ? સાવધ થઈ જાવ નહીંતર…

મુંબઈઃ મુંબઈમાં એક સ્કેમરે પોતે પોલીસ હોવાનું જણાવીને એક પત્રકારને ફોન કરીને પત્રકારને સ્કેમમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પત્રકારે કંઈક એવું કર્યું હતું પોલીસની જ હવા ટાઈટ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ બનાવની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે આવો જોઈએ શું છે આખી ઘટના…

ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટર તરીકે કામ કરતાં સૌરવ દાસે પોતાની સાથે બનેલી આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ કરીને લોકોને હાલમાં ચાલી રહેલાં સ્કેમ વિશેની માહિતી આપી હતી. પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવતા પોસ્ટમાં તેણે લખી હતી. આ આખા કેસમાં રિપોર્ટરની સૂઝબૂઝને કારણે તે સ્કેમમાં ફસાતા બચી ગયો હતો.

આ રિપોર્ટરને TRAI તરફથી તેનો નંબર બ્લોક કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ એમાં નકલી પોલીસ અને પોતાની જાતને એસઆઈ પ્રદીપ સાવંત તરીકે ઓળખાવતા શખ્સની એન્ટ્રી થઈ અને આખો ખેલ રચાયો. પરંતુ પત્રકારે પણ પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરીને પોલીસને કહ્યું કે દાઉદ મારા કાકા છે… અને સ્કેમર્સના હાજા ગગડી જાય છે અને નાટકનો પડદો પડે છે.

આ પણ વાંચો:
સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં કંપનીની નિવૃત્ત મહિલા ડિરેક્ટર સાથે 25 કરોડની ઠગાઈ

પત્રકારે આ ઘટના અંગે પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બીજા પણ કેટલાક લોકો સામે આવ્યા હતા કે જેમની સાથે એસઆઈ પ્રદીપ સાવંત હોવાનું જણાવીને છેતરપિંડી થઈ હતી. એક એક્સ યુઝરે તો એવો દાવો પણ કર્યો હતો કે સ્કેમર્સે પ્રદીપ સાવંતનું બનાવટી આઈડી કાર્ડ પણ મોકલાવ્યું હતું.

કથિત રીતે સ્કેમર્સે લોકોને છેતરવા માટે વિકીરપીડિયા પરથી પોલીસ ઓફિસરની ઈમેજ લઈને બનાવટી આઈડી કાર્ડ બનાવ્યું હતું. મુંબઈ પોલીસે પણ તેમની પોસ્ટ પર રિએક્ટ કર્યું હતું અને પોલીસે પણ લોકોને આગે આવીને આવા બનાવોની ફરિયાદ કરવાની અપીલ કરી છે.

ઓડિશાના એક રહેવાસીએ ગયા મહિને આ જ રીતે સ્કેમમાં પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા હતા અને ત્યાર બાદ તરત જ તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. એ પહેલાં પુણેમાં એક મહિલાએ ઓનલાઈન સ્કેમમાં 19 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો અને ત્યારે પણ આરોપીએ પોતાની જાતને નાર્કોટિક્સ સેલના ઓફિસર પ્રદીપ સાવંત તરીકે ઈન્ટ્રોડ્યૂસ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button