નેશનલસ્પેશિયલ ફિચર્સ

શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઇ શકે?

ફળોનું સેવન દરેક વ્યક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે, પણ જો કોઇ વ્યક્તિ જો ડાયાબિટીસનો દર્દી હોય તો ડૉક્ટર તેને થોડા જ ફળો મર્યાદિત માત્રામાં લેવાની સલાહ આપે છે, જેથી તેનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે અને તેને કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે. હવે તો ઉનાળાની સિઝન આવી ગઇ છે. ઉનાળાની સિઝન એટલે ફળોના રાજા કેરીનું આગમન પણ બજારમાં થઇ ગયું છે અને માર્કેટમાં પુષ્કળ પ્રમાણમા કેરીઓ જેવા મળી રહી છે. હવે આવા સમયે તમે જો ડાયાબિટીસના દર્દી છો તો સવાલ એ થાય કે તમે કેરી ખાઇ શકો કે નહીં અને ખાઇ શકો તો કેટલી માત્રામાં ખાઇ શકો.

ડાયાબિટીસના દર્દીઓને અમુક ફળ ખાવાની મનાઈ છે.સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને કેરી ખાવાની ના પાડવામાં આવે છે કારણ કે કેરીમાં શુગર ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે દર્દીનું શુગર લેવલ વધી શકે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત માત્રામાં કેરીનું સેવન કરી શકે છે.

ડૉક્ટરો જણાવે છે કે જો ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં હોય તો તે મર્યાદિત માત્રામાં અડધો કપ લગભગ 85 ગ્રામ કેરીનું સેવન કરી શકે છે. પરંતુ જો કેરીના સેવનથી તમારું બ્લડ શુગર લેવલ વધી જાય છે, તો તમે તેની માત્રા ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો.

આપણ વાંચો
Health Tips: ડાયાબિટીસનું આ લક્ષણ ફક્ત રાત્રે જ દેખાય છે! જો જો હો ક્યાંક તમને…

ડૉક્ટરો એમ પણ જણાવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ જ્યુસના રૂપમાં કેરીનું સેવન ના કરવું જોઇએ, કારણ કે જ્યુસમાં ફાઇબર નથી મળતું, જે તેમના આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં કેરીનું સેવન કરવું જોઇએ. એ ઉપરાંત તેમણે રોજ તેમનું સુગર લેવલ પણ તપાસતા રહેવું જોઇએ. કેરીમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ઉનાળાની સિઝનમાં ડાયાબિટીસના દર્દીઓ દહીં અને ભાત સાથે કાચી કેરીનું સેવન પણ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button