ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election Phase-2: લોકસભાના બીજા તબક્કાનું મતદાન ચાલુ, નિર્મલા સીતારમણ, નારાયણ મૂર્તિ અને પ્રકાશ રાજે કર્યું મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે આજે શુક્રવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 13 રાજ્યો (એક કેન્દ્રશાસિત પ્રદેશ)ની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે 1198 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે.

વડા પ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. વડા પ્રધાને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે તેટલું જ આપણું લોકતંત્ર મજબૂત થશે. મારી આપણા યુવા મતદારો તેમજ દેશની નારી શક્તિને ખાસ અપીલ છે કે તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આગળ આવે. તમારો મત તમારો અવાજ છે!’

કોંગ્રેસ નેતા અને કેરળના વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘આજે આ ઐતિહાસિક ચૂંટણીનો બીજો તબક્કો છે જે દેશના ભાગ્યનો નિર્ણય કરવા જઈ રહ્યો છે. તમારો મત નક્કી કરશે કે આગામી સરકાર થોડા અબજોપતિઓની હશે કે 140 કરોડ ભારતીયોની. દરેક નાગરિકની ફરજ છે કે આજે ઘરની બહાર નીકળીને બંધારણના સૈનિક બનીને લોકશાહીની રક્ષા માટે મતદાન કરે.’

બસપા સુપ્રીમો માયાવતીએ લોકોને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે પક્ષને મત આપવાને બદલે દેશના લગભગ 125 કરોડ શ્રમજીવી લોકોના ગરીબી અને બેરોજગારી મુક્ત ‘અચ્છે દિન’ માટે મતદાન કરવામાં જ દેશ અને લોકોનું હિત રહેલું છે. દેશમાં બહુજન મૈત્રીપૂર્ણ ‘સારી સરકાર’ માટે મત આપવા આગળ આવો, પહેલા મતદાન પછી જલપાન.

Read More: આવતીકાલે આ ધુરંધરોના ભાવિ ઈવીએમમાં કેદ થશેઃ જાણો શું છે ગણિત

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બેંગલુરુમાં મતદાન મથક પર મત આપ્યો. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો આવે અને મતદાન કરે… મને લાગે છે કે તે સ્પષ્ટ છે કે લોકો સ્થિર સરકાર ઈચ્છે છે, તેઓ સારી નીતિઓ, પ્રગતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી જ લોકો મતદાન કરવા બહાર આવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે વડા પ્રધાન મોદી કાર્યકાળ ચાલુ રહે.’

રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે રાજસ્થાનના જોધપુરમાં મતદાન કર્યું હતું.

કેરળના મુખ્ય પ્રદહ્ન પી. વિજયને કન્નુરમાં મતદાન કર્યું. મુખ્ય પ્રધાને કતારમાં ઉભા રહીને મતદાન કર્યું.

તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે શુક્રવારે બેંગલુરુમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ બેંગલુરુમાં BES મતદાન કેન્દ્ર પહોંચ્યા અને મત આપ્યો. રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ પણ બેંગલુરુમાં મતદાન કર્યું હતું, તેમણે કહ્યું, “ઘરે ન બેસો, બહાર આવો અને મત આપો, તે તમારો અધિકાર છે…”

કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુરમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે કહ્યું કે, ભારતની પરિપક્વ લોકશાહી માટે આજનો સૌથી મોટો દિવસ છે. આજે મતદાનની ટકાવારી ચોક્કસપણે ઘણી વધી જશે. એક તરફ, સતત વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે, ભાજપ ગરીબ કલ્યાણની યોજનાને સંપૂર્ણતા અને વ્યાપકતા સાથે અમલમાં મૂકીને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ થઈ. બીજી તરફ દેશની સરહદોને સુરક્ષિત કરીને સમગ્ર વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા સ્થાપિત કરવાનું કામ કર્યું છે. આ વખતની ચૂંટણી એ વિકસિત ભારતના સંકલ્પનો શિલાન્યાસ કરવાની ચૂંટણી છે.

Read More:રાહુલ અમેઠીથી અને પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડશે! રામલલ્લાના દર્શન કરી ફોર્મ ભરશે

એક તરફ મતદાન ચાલુ છે એવામાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી અને AIMIMના અન્ય લોકો વિરુદ્ધ હૈદરાબાદના ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાની અરજી કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ ડૉ. જાવેદ આઝાદે AIMIM નેતાઓ વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ નેતાએ તેમના પર નકલી પ્રેસ રિલીઝ કરવાનો આરોપ લગાવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…