મોટા પડદા પર હીલોળા લે છે ઓટમ્નલ (પાનખર)નો રોમાંસ
વિશેષ -કૈલાસ સિંહ
લેખક-નિર્દેશક વિજય મૌર્યાને ઘણીવાર પૂછવામાં આવે છે કે શું તેમની ફિલ્મ ‘મસ્ત મેં રહેને કા’ એવા લોકોથી પ્રેરિત છે જેને તેઓ જાણે છે? આ ફિલ્મમાં જેકી શ્રોફ અને નીના ગુપ્તા એકલતાથી પીડાતા વરિષ્ઠ નાગરિકો છે, જેમને જીવનના ત્રીજા તબક્કામાં એકબીજામાં પ્રેમ, સાથ અને મિત્રતા મળે છે. જેને ઔટમનલ (પાનખર) રોમાંસ કહેવામાં આવે છે. પ્રાચીન વૈદિક નિયમો જીવનને ૨૫-૨૫ વર્ષના ચાર તબક્કામાં વિભાજિત કરે છે. ત્રીજા તબક્કામાં, એટલે કે ૫૦ વર્ષની ઉંમર પછી જે સંબંધો વિકસિત થાય છે કે અનુભવ થાય છે, તે રોમેન્ટિક સંબંધોને આજના આધુનિક ઇન્ટરનેટ વિશ્ર્વમાં ઔટમનલ રોમાંસ નામ આપવામાં આવ્યું છે. આ સમયે શા માટે પાનખર રોમાંસ વધી રહ્યો છે તે એક અલગ લેખનો વિષય છે. હમણાં માટે, એટલું કહેવું પૂરતું છે કે નવીનતમ સંશોધન મુજબ, ડેટિંગ એપ્લિકેશન્સ પર ૫૦ વર્ષથી વધુ વયની વસ્તી યુવાનો કરતાં ૩૦ ટકા વધુ છે, તેમના ચેટ મેસેજની આવૃત્તિ પણ ૫૦ ટકા વધુ છે અને આ સામાજિક પરિવર્તનનો ફિલ્મો ફાયદો ઉઠાવી રહી છે.
વિજય મૌર્યા કહે છે કે, હું પાડોશના પાર્કમાં જોતો કે સિનિયર સિટિઝન જેઓ એકલા રહે છે અને તેમની સાથે વાત કરવા માટે કોઈ નથી, તેઓ એકલતા અનુભવે છે, જેના કારણે તેમને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે તેમને કોઈ જીવનસાથી મળી જાય છે, ત્યારે તેમના જીવનમાં ખુશી પાછી આવે છે. એકલતામાં તેઓ ઘણીવાર પોતાની સાથે જ વાત કરે છે. મેં મારી માતાને આ વાર્તા કહી સંભળાવી અને તેણીને આશ્ર્ચર્ય થયું નહીં. તેણીએ કહ્યું કે તે પોતે આનો અનુભવ કરે છે. મને સમજાયું કે વાર્તા તો પહેલેથી જ અસ્તિત્વમાં છે અને મેં ફિલ્મ બનાવી દીધી.
પ્રેમ પામવા કરતાં અધિક સુંદર બીજું કંઈ નથી. આધેડ વયમાં, પ્રેમ કરતાં સાથની જરૂર હોય છે. જો કે, પાનખર રોમાંસ પર ઘણી ફિલ્મો બની છે, જગ્યાના અભાવે તે બધાનો અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી, પરંતુ આ વિષયને ખરેખર ઊંડે સુધી સ્પર્શનાર કેટલાક લોકો વિશે જણાવવું જરૂરી લાગે છે. ફિલ્મ લિસન… અમાયા (૨૦૧૩)માં, લીલા (દીપ્તિ નવલ) એક યુવાન પુત્રી અમાયા (સ્વરા ભાસ્કર) ની માતા છે. તે વર્ષો પહેલા વિધવા થઈ ગઈ છે અને એક કેફે લાઈબ્રેરી ચલાવે છે, જેમાં જયંત (ફારૂક શેખ) નિયમિત ગ્રાહક તરીકે આવે છે. ફોટોગ્રાફર જયંતની પુત્રી અને પત્નીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે અને તે અમાયાને કોફી ટેબલ બુક તૈયાર કરવામાં મદદ કરે છે. દરમિયાન, લીલા અને જયંત પોતપોતાની એકલતાના કારણે એકબીજાને ટેકો આપતા નજીક આવી જાય છે અને જીવનને બીજી તક આપવા વિશે વિચારવાનું શરૂ કરે છે. અમાયાને જ્યારે આ સંબંધ વિશે ખબર પડે છે, ત્યારે તે તેનો વિરોધ કરે છે કારણ કે તે નથી ઈચ્છતી કે તેના પિતાનું સ્થાન કોઈ લે.
આ એવા ઘણા લોકોની વાર્તા છે જેમણે અકસ્માત, બ્રેક-અપ અથવા છૂટાછેડાને કારણે તેમના જીવનસાથીને ગુમાવી દીધા છે અને પછી જીવનની લાંબી સફર પૂર્ણ કરવાની બીજી તક મળે એવું ઈચ્છે છે. પણ આ બીજી તક ખૂબ જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે કારણ કે તેમાં અવરોધો છે, જે ઘણીવાર બાળકોના રૂપે તો ક્યારેક સામાજિક રૂઢિવાદના રૂપમાં સામે આવે છે. આ ઉપરાંત ઉંમરને પણ એક મુદ્દો બનાવવામાં આવે છે કે બાળકો મોટાં થઈ ગયાં છે, તમારી ઉંમરનું કંઈક તો ધ્યાન રાખો, જાણે કે સાથની જરૂર ફક્ત યુવાનીમાં જ હોય છે. ‘લાઇફ ઇન અ મેટ્રો’ એ એવા લોકોની વાર્તા છે જેઓ શહેરમાં રહે છે અને તેમના સંબંધો અને સમસ્યાઓ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ તેમાં ઔટમનલ રોમાંસનું પણ એક તત્ત્વ છે. અમોલ (ધર્મેન્દ્ર) ૪૦ વર્ષ પછી ભારત પરત ફરે છે, જેથી જીવનના અંતિમ વર્ષ તે તેની પ્રથમ પ્રેમ શિવાની (નફીસા અલી) સાથે ગુજારી શકે. આ ઈચ્છા એટલી મોટી છે કે સમાજની પણ કાઈ પરવાહ નથી. તેવી જ રીતે, ‘ચીની કમ’ એક ક્રોધી વૃદ્ધ રસોઇયા અને એક આધેડ વયની સ્ત્રી વચ્ચેની પ્રેમકથા છે જે રોમાન્સ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. આમાં પ્રેમીઓ ન તો વૃક્ષોની આસપાસ દોડે છે અને ન તો દિલ તૂટવાનું કોઈ ગીત છે. એક પિતા તે તેની પુત્રીના પ્રેમની વિરુદ્ધ છે કારણ કે તે તેના કરતા ઘણી મોટી ઉંમરના પુરુષના પ્રેમમાં પડી છે. ‘ચીની કમ’માં પિતા તેની પુત્રીના પ્રેમની વિરુદ્ધ છે, તો ‘પ્યાર મેં ટિવ્સ્ટ’માં બાળકો પ્રેમના દુશ્મન છે. ઋષિ કપૂરની પત્નીનું નિધન થઈ ગયું છે અને ડિમ્પલ કાપડિયા પણ તેના પતિથી અલગ થઈ ગઈ છે. સંજોગો એવા બની જાય છે કે જીવનના એક ક્ષણે તેઓ એકબીજા સાથે ટકરાઈ છે અને આખરે પ્રેમમાં પડે છે, પરંતુ તેમનાં બાળકો તેમના એક થવાની વિરુદ્ધ છે. જોકે ‘શિરીન ફરહાદ કી તો નિકાલ પડી’ વાર્તા અને પટકથાની દૃષ્ટિએ નબળી ફિલ્મ હતી, પરંતુ તેનો પ્રયોગ સરાહનીય હતો કે આધેડ વયના બોમન ઈરાની અને ફરાહ ખાન હસતા-મજાક કરતા, પોતાના જીવનની એકલતા દૂર કરે છે અને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. બોલીવૂડમાં ઉંમરના તફાવતને લઈને ઘણી ફિલ્મો બની છે, જેમ કે ‘દિલ ચાહતા હૈ’માં યુવાન અક્ષય ખન્ના છૂટાછેડા લીધેલી ડિમ્પલ કાપડિયાના પ્રેમમાં પડે છે, પરંતુ આ પ્રકારના પ્રેમને યશ ચોપરાએ ૧૯૯૧માં તેમની ફિલ્મ ‘લમ્હે’માં દર્શાવ્યો છે. જેને અમે તેને ૨૦૨૪ માં પણ દર્શાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. અનિલ કપૂરને તેના કરતાં મોટી ઉંમરની શ્રીદેવી સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ તેનું કોઈ પરિણામ મળતું નથી. સમય બદલાય છે અને શ્રીદેવીની દીકરી અનિલ કપૂરના પ્રેમમાં પાગલ થઈ જાય છે.