ફિલ્મ-ટીવી કલાકાર રિયો હવે નથી રહ્યો
બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ ચાહતા હૈ ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થયું છે. ૬૬ વર્ષીય એક્ટરના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ૧૫મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. એક્ટરનું નિધન ચોક્કસ કયા કારણે નિધન થયું છે એ જાણી શકાયું નથી.
અહીંયા તમારી જાણ માટે કે રિયો અનેક ટીવી સિરીયલ અને ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. રિયો આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા મોટા મોટા સ્ટાર સાથે કામ કરી ચૂક્યા છે. રિયોના નજીકના મિત્રોએ તેના નિધનના સમાચારને સમર્થન આપતા જણાવ્યું હતું કે હવે આપણી વચ્ચે રિયો નથી રહ્યો. ૧૪મી સપ્ટેમ્બરના બપોરે સાડાબાર વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે એટલે કે ૧૫મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. પરિવાર દ્વારા બાકીની માહિતી સાંજ સુધીમાં આપવામાં આવશે.
રિયોની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ જ ફિટનેસ ફ્રીક હતા અને તે પોતાના ડાયેટ અને બોડી પર ખૂબ જ ધ્યાન આપતા હતા. તેમને ફરવાનો પણ ખૂબ જ શોખ હતો. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લે રિયો ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી વેબ સિરીઝ મેડ ઈન હેવન-ટુમાં જોવા મળ્યા હતા. એ પહેલાં તેમણે ૨૦૨૧માં અભિષેક બચ્ચન સાથે ધ બિગ બુલમાં કામ કર્યું હતું.
આ ઉપરાંત તેમણે પોતાની કારકિર્દી દરમિયાન હેપ્પી ન્યુ યર, મર્દાની, હમ હૈ રાહી કાર કે, શ્રી, એક અનહોની, મુંબઈ મેરી જાન, દિલ ચાહતા હૈ સિવાય ચક દે ઈન્ડિયામાં પણ જોવા મળ્યા હતા. તેમણે સ્ટાર પ્લસ પર આવેલી ટીવી સિરીયલ મહાભારતમાં પાંડુનો રોલ કર્યો હતો, જે ૨૦૧૩માં આવી હતી. આ સિવાય તેને સપને સુહને લડકપન કેથી પણ ખૂબ જ નામના મળી હતી.
’જવાન’માં શાહરૂખ બાદ હવે સાન્યા મલ્હોત્રાને શાહિદ કપૂર અને તબ્બૂ સાથે કામ કરવાની ઇચ્છા
બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ ’જવાન’નો સિનેમાઘરોમાં ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરો વકરો કરી રહી છે. ફિલ્મ ’જવાન’ની સફળતા બાદ શાહરૂખની સાથોસાથ તેની ગર્લ ગેંગ પણ સમાચારોમાં છવાયેલી છે. આમિર ખાન સાથે ફિલ્મ દંગલમાં કામ કરી ચૂકેલી સાન્યા મલ્હોત્રાએ ’જવાન’માં પણ અભિનય કર્યો છે.
શાહરૂખ ખાન બાદ હવે તે ક્યા-ક્યા બોલિવુડ સિતારા સાથે કામ કરવા માંગે છે તે અંગે સાન્યા મલ્હોત્રાએ જણાવ્યું કે, તે તબ્બૂ અને શાહિદ કપૂર સાથે ડાંસ ફિલ્મમાં કામ કરવા માંગે છે. તેમજ તેણીએ વિક્કી કૌશલ અને રાજકુમાર રાવ સાથે ફરી વખત કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કારણ કે તેઓ ઉમદ્દા અભિનેતા છે. વિક્કી અને સાન્યા ટૂંક સમયમાં સૈમ બહાદુર ફિલ્મમાં સાથે જોવા મળશે. અગાઉ સાન્યા મલ્હોત્રા રાજકુમાર રાવ સાથે લુડો ઔર હિટ: ધ ફર્સ્ટ કેસમાં જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ’જવાન’ ફિલ્મમાં સાન્યાએ ડો. ઇરમની ભૂમિકા ભજવી છે. તેનો રોલ ખૂબ જ ઇમોશનલ છે. તેણી એક હોસ્પિટલમાં કામ કરે છે. જ્યાં કેટલાક બાળકોના ઓક્સિજનની અછતના લીધે મૃત્યુ થાય છે. આ ઘટના માટે સાન્યાને જવાબદાર ઠેરવવામાં આવે છે.