મનોરંજન

એડોપ્ટ કરવા અંગે હવે શ્રેયા પિળગાંવકરે આપી પ્રતિક્રિયા?

મુંબઈ: બોલીવુડની જાણીતી વેબ સિરીઝ પૈકી ‘મિર્ઝાપુર’, ‘ગિલ્ટી માઈન્ડસ’ અને ‘તાઝા ખબર’ જેવી અનેક વેબ સીરિઝમાં જોવા મળેલી અભિનેત્રી શ્રેયા પિળગાંવકર તેની આગામી સીરિઝ ‘ધ બ્રોકન ન્યૂઝ’ની બીજા સિઝનમાં રાધા ભાર્ગવનો રોલ પ્લે કરવા માટે તૈયાર છે. જોકે તાજેતરમાં અભિનેત્રી શ્રેયા પિળગાંવકર એડોપ્ટેડ છે, એવી અફવાઓ શરૂ થઈ છે. જાણીતા અભિનેતા સચિન અને સુપ્રિયા પિળગાંવકરે શ્રેયાને એડોપ્ટ કરી છે એ બાબતે ચર્ચા શરૂ થઈ છે, તો જાણીએ આ અફવા પાછળની હકીકત.

એડોપ્શનની અફવાને લઈને શ્રેયાએ કહ્યું હતું કે એક અહેવાલમાં મને દત્તક લેવામાં આવી છે, એવું વાંચ્યું હતું. આ વાત એકદમ ખોટી છે અને ના, મને દત્તક લેવામાં નથી આવી. આવા સમાચાર ક્યાંથી સામે આવી રહ્યા છે તેની મને ખબર નથી. મારા માતા-પિતાએ મને દત્તક લીધી છે એ વાત સંપૂર્ણપણે ખોટી છે.


આ પણ વાંચો:
રશ્મિકા મંદાનાના ‘કુબેર’ના લૂકે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ ગ્લેમરસ અંદાજ…

આ એવી વસ્તુ નથી જેની માટે મને કોઈ જસ્ટિફિકેશન આપવું પડે. મેં મારી વાત સાબિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર મારું બર્થ સર્ટિફિકેટની તસવીર નથી બતાવવાની, પણ હા, તે આ વાત સાચી નહીં હોવાથી તે ખરેખર ખૂબ રમુજી છે. આ સિવાય મારા વિશે કોઈ કૌભાંડના સમાચાર આવ્યા નથી, એવું શ્રેયાએ કહ્યું હતું.

‘સાચું કહું તો, મને માત્ર એક મોમેન્ટ માટે નહીં પણ આવનારા અનેક વર્ષો માટે રિલેવન્ટ રહેવામાં માનું છું. તેથી જ હું આવ વાતને પીઆરના થોડા સમય માટેના દ્રષ્ટિકોણથી જોતી નથી. મારા માટે, સંબંધિત હોવાનો અર્થ એ છે કે તમે એક અભિનેતા તરીકે કેટલું શીખી રહ્યા છો અને તમે કેવી રીતે ઈવોલ્વ થઈ રહ્યા છો.

શ્રેયા પિળગાંવકરના ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો તેણે શાહરુખ ખાન સાથે ‘ફેન’ ફિલ્મમાં પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું તેમ જ વેબ સીરિઝમાં પણ અલી ફઝલ (ગુડ્ડુ ભૈયા)ની પત્ની સ્વિટીનો રોલ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button