આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર,
તા. ૨૬-૪-૨૦૨૪, વિંછુડો, વિષ્ટિ
ભારતીય દિનાંક ૬, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૯ સુધી (તા. ૨૭મી) પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૬ મિ.૧૦, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૩૬, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૬ (તા. ૨૭)
ઓટ: સવારે ક. ૦૬-૪૨, રાત્રે ક. ૧૯-૨૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – દ્વિતિયા. વિંછુડો, વિષ્ટિ ક. ૨૦-૦૪ થી. બુધ માર્ગી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા. શુક્ર-શનિ ગ્રહદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, શ્રી લક્ષ્મી પૂજા વ્રત અનુષ્ઠાન વિશેષરૂપે, પ્રયાણ શુભ, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, વાહન, યંત્રારંભ, દસ્તાવેજ, દુકાન-વેપાર, પશુ લે-વેંચ, સ્થાવર લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નામકરણ દેવદર્શન, અન્નપ્રાશન, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ પરિવારમાં બદનામીનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, માર્ગી બુધ-મીન, ગુરુ-મેષ (કૃત્તિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર