રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતાઃ 3.60 કરોડની ગાડીઓ પરત મેળવી…
રાજકોટ: સેલ્ફડ્રાઇવિંગ કાર ભાડે આપતા લોકો પાસેથી કાર ભાડે લઈ અને બારોબાર ગીરવે અથવા તો વેચી મારવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું.
આરોપી સેલ્ફ ડ્રાઇવિંગ માટે 15-20 દિવસ માટે ભાડે ગાડી લઈ જતા હતા. ભાડે લીધેલ ગાડીનો ઉપયોગ બીજા ગેરકાયદે ધંધા કરવા માટે કરવામાં આવતો હતો. કામ પૂરું થતાં જ ગાડીઓ બીજાને સસ્તા ભાવે વેચી પણ દીધી હતી. અંદાજિત 50 ગાડીનું કૌભાંડ આચાર્ય હતું.
કુલ મળીને 3 કરોડ 60 લાખની ગાડીઓની કિંમત થાય છે. ક્રાઈમ બ્રાન્ચની પી.એસ.આઇ હુણ અને તેમની ટીમ દ્વારા 47 ગાડીઓ 3 કરોડ 51 લાખ રિકવર કરવામાં આવ્યા હતા. આકાશ પટેલ ઉર્ફે હકી અને બિલાલ શાહ બંને વ્યક્તિ દ્વારા ફોરવીલ ભાડે રાખી ભાડું નહીં ચૂકવી છેતરપિંડી આચરતા હતા.
હાલ બંને આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચ ના જાપ્તામાં છે અને હજુ પણ અમુક ગાડીઓની માહિતી મળે તેવું છે તેમ માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચ ના ડી.સી.પી. ભરત બસિયાએ જણાવ્યું હતું.