નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

112 વર્ષના બાને મુંબઈમાં બૂથ પર જઈને મતદાન કરવાની નેમ…

ભારતના લોકશાહીના પહેલાં ઉત્સવને પણ નજરે જોનારા 112 વર્ષના કંચનબેન બાદશાહ ફરી એક વખત 2024ની ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરીને પોતાની ફરજ બજાવવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે. કંચનબેને દેશની પહેલી જાહેર ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો અને હવે તે ફરી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાગ લેવા તૈયાર છે. 1912માં જન્મેલા કંચનબેનની ઉંમર 112 વર્ષની છે પણ તેમણે નિર્ધાર કર્યો છે કે તેઓ ઘરે બેસીને નહીં પણ મતદાન મથકે જઈને મત આપશે. આવું કરવા પાછળના કંચનબેનના ઈરાદાની વાત કરીએ તે તેમને એવું લાગે છે કે આનાથી દેશના અન્ય યુવાન મતદાતાઓનો જુસ્સો વધશે.

1951-52માં પહેલી લોકસભાની ચૂંટણી માટે તેમણે પહેલી વખત મતદાન કર્યું હતું. તેમણે પોતાના જીવનમાં બે વર્લ્ડ વોર, ભારત-પાકિસ્તાનનું વિભાજન, ઈમર્જન્સી વગેરે બધું જ જાતે નિહાળ્યું છે. ત્યાર બાદના આઝાદ ભારતના સુવર્ણકાળના તેઓ સાક્ષી રહી ચૂક્યા છે. કંચનબેને બધાને મતદાન કરવા માટે અપીલ કરી છે.

112 વર્ષના આ દાદીને લોકો બા કહીને બોલાવે છે. કંચનબેન નંદકિશોર બાદશાહ આ ઉંમરે પણ દેશ અને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજને ભૂલ્યા નથી અને તેઓ આ વખતે પણ મતદાન કરવાના છે અને એ પણ ઘરે બેસીને નહીં પરંતુ મતદાન મથકે જઈને તેઓ મત આપવાના છે.

મુંબઈના મલબાર હિલ ખાતે રહેતાં 112 વર્ષીય કંચનબેહ 20મી મેના લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને પોતાની ફરજ બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 85 વર્ષથી ઉપરના અને દિવ્યાંગ લોકો માટે ઘરે બેઠા જ મતદાન કરવાની સુવિધા કરી આપી છે. પણ કંચનબેનને ઘરે બેસીને નહીં પણ વોટિંગ બૂથ પર જઈને વોટિંગ કરવું છે.

કંચનબેન આ ઉંમરે પણ ક્યારેક ક્યારેક પોતાની ચા જાતે બનાવે છે, ઘી બનાવે છે. ખાલી સમયમાં તેમને અખબાર વાંચવાનું, કાર ડ્રાઈવ કરવાનું, ઢોસા અને આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. આ સિવાય મતદાન કેન્દ્ર પર જ્યારે લોકો પોતાની સાથે ફોટો પડાવે છે તો મને વધારે ગમે છે, એવું તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button