આટલું મોંઘું છે Nita Ambaniનું Lipstick Collection, કિંમત સાંભળીને પગ તળેથી જમીન ખસી જશે…
![Nita Ambani's Lipstick Collection is so expensive, hearing the price, the ground will move from under your feet...](/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-25T171613.903.jpg)
દેશના સૌથી અમીર અને ધનાઢ્ય ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambaniના પત્ની Nita Ambani એમની ડે ટુ ડે લાઈફસ્ટાઈલ અને લક્ઝુરિયસ ફેશનસેન્સને કારણે ચર્ચામાં રહેતાં હોય છે. પછી એ દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું પાણી પીવાની વાત હોય કે સ્ટાઈલિશ બેગની વાત હોય કે મોંઘી અને કિંમતી જ્વેલરીની વાત હોય… તમામ બાબતોમાં Nita Ambaniનો જોટો જડે એમ નથી. પણ આજે આપણે અહીં નીતા અંબાણીના લિપસ્ટિક કલેક્શન વિશે વાત કરીશું…
Nita Ambaniનો દરેક લૂક સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. તે જેટલી સાદગી સાથે પોતાની જાતને કેરી કરે છે એ તેમની ગજબની ફેશન સેન્ટ અને અમીરીનો પરિચય કરાવે છે. નીતા અંબાણીના મેકઅપથી લઈને એમની એસેસરીઝમાં લાખો રૂપિયાનો સામનો હોવાના સમાચારો અને રિપોર્ટ્સ આવતા હોય છે. છેલ્લાં થોડાક સમય પહેલાં જ નીતા અંબાણીના મેકએપ આર્ટિસ્ટના સેલેરી વિશેનો એક રિપોર્ટ વાઈરલ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો: Mukesh Ambani-Nita Ambaniનું ઘર Antilia કોણે ડિઝાઈન કર્યું છે, જાણો છો?
વાત કરીએ Nita Ambaniની મેકઅપ કિટમાં રહેલી Lipstickની તો એમની પાસે લિપસ્ટિક્સનું એક દમદાર કલેક્શન છે અને તે ખાસ કરીને તેમના આઉટફિટ્સ સાથે મેચ થાય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ લિપસ્ટિકની પેકેજિંગ માટે સોના અને અને ચાંદીની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પૂરા લિપસ્ટિકના કલેક્શનની કિંમત આશરે 40 લાખ રૂપિયા હોવાની કહેવાઈ રહ્યું છે.
નીતા અંબાણીની ઉંમર 60 વર્ષની છે, પણ જે રેતી તેમણે પોતાની જાતને મેઈન્ટેઈન રાખી છે એ જોતા તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. નીતા અંબાણીને તૈયાર થવાનો ખૂબ જ શોખ છે અને એટલે જ તેમણે એક મેકઅપ આર્ટિસ્ટ પર હાયર કર્યો છે અને આ મેકઅપ આર્ટિસ્ટની ગણતરી દુનિયાના સૌથી મોંઘા મેકઅપ આર્ટિસ્ટમાં કરવામાં આવે છે.