હીટસ્ટ્રોકથી બચવા આ ઉપાય છે એકદમ હીટ, તમે પણ અજમાવો….
એપ્રિલ મહિનામાં જ આકરા તાપની શરૂઆત થઇ ગઇ છે. ઘરમાં એસી કુલર તો બંધ થતા જ નથી અને બપોરના સમયે બહાર નીકળવાની કોઇ હિંમત કરતું નથી. આવા સમયે આપણે પણ એવી ચીજો ખાવી જોઇએ જે શરીરને શીતળતા બક્ષે, ગરમી સામે લડે અને તમારા સ્વાસ્થ્યને સેફ રાખે.
આ પણ વાંચો: શું પુરુષોની ઉંમર અને વજનને છે કનેક્શન..જાણો નિષ્ણાતો શું કહે છે
ગરમીની સિઝનમાં લોકો છાશ પણ ખૂબ પીએ છે, કારણ કે છાશ શરીરને શાતા આપે છે. છાશ પીવાથી શરીર ઠંડુ રહે છે અને તે તમને ફિટ પણ રાખે છે. એવામાં, જો તમને મસાલા છાશ મળે તો તો તે જાણે કેક પર આઈસિંગ જેવું છે. આજે અમે તમને એક એવી રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે મસાલા છાશ બનાવીને એક મિનિટમાં ગમે ત્યારે પી શકો છો.
આ પણ વાંચો: ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખવાની ન કરતાં ભૂલ ! ફળ બની જશે ઝેર
મસાલા છાશ બનાવવા માટે તમારે ખાસ કોઇ મહેનત કરવાની જરૂર નથી. બસ એક વાર મસાલાના ક્યુબ્સ બનાવીને ફ્રિઝરમાં સ્ટોર કરીને મૂકી દીધા એટલે પત્યું.
સૌ પ્રથમ લીલી કોથમીર એક વાટકી લો. એમાં થોડા ફૂદીનાના પાન અને મીઠા લીમડાના 10-15 પાન ઉમેરો. હવે તેમા સ્વાદ માટે આદુનો ટૂકડો અને અડધું લીલુ મરચું ઉમેરો. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું અને સંચળ ઉમેરો. હવે તેમાં થોડું શેકેલું જીરૂ પણ ઉમેરો . હવે અડધો કપ પાણી ઉમેરી પેસ્ટ બનાવી દો. પેસ્ટ બની ગયા બાદ તેને આઇસ ટ્રેમાં ભરીને ઠારવા મૂકી દો. હવે તમારા મસાલા છાશ માટેના મસાલા આઇસ ક્યુબ્સ બનીને તૈયાર છે. એને ટ્રેમાંથી કાઢી લઇને એક બૉક્સમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરી દો. બસ જ્યારે પણ તમને મન થાય ત્યારે સાદી છાશમાં બે મસાલા આઇસ ક્યુબ્સ ઉમેરી દો અને થોડી વાર હલાવો એટલે તમારી જબરદસ્ત સ્વાદવાળી છાશનો આનંદ માણો.