Abhishek Bachchanએ એવું તે શું કર્યું કે લોકોએ કહ્યું કે દીકરો હોય તો આવો…
બોલીવુડના મોસ્ટ પાવરફૂલ અને પરફેક્ટ ફેમિલીમાં જેમની ગણતરી થાય છે એવી Bachchan Family દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ હોય છે. પણ છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો આ ફેમિલી અંદરો અંદરના વિખવાદને કારણે વધુ લાઈમલાઈટમાં રહી છે. પરંતુ બુધવારે Abhishek Bachchanએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે સોશિયલ મીડિયા પર Junior Bachchan છવાઈ ગયો છે અને લોકો તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. એટલું જ નહીં પણ નેટીઝન્સે એવું પણ કહ્યું હતું કે દીકરો હોય તો આવો… ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું Abhishek Bachchanએ…
વાત જાણે એમ છે કે બુધવારે સદીના મહાનાયક Amitabh Bachchanને Dinanath Mangeshkar Awardથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બિગ બીના ફેન્સ માટે આ એક ગૌરવની ક્ષણ હતી. આ એવોર્ડની શરૂઆત મંગેશકર પરિવાર અને ટ્રસ્ટ દ્વારા કોકીલકંઠી Lata Mangeshkarની યાદમાં શરૂ કર્યો હતો. 2022 મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી તેમનું નિધન થયું હતું.
એવોર્ડ લીધા બાદ બિગ બીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ સન્માન મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. મેં ક્યારેય મારી જાતને આ એવોર્ડ માટે લાયક ગણી નથી. હૃદયનાથ મંગેશકરે મને બોલાવવા માટે ખૂબ જ મહેનત કરી છે.
બિગ બી આ ઈવેન્ટમાં દીકરા Abhishek Bachchan સાથે પહોંચ્યા હતા. હવે સ્વાભાવિક છે કે Big B હોય ત્યાં ફેન્સ અને Paparaaziની ભીડ પણ હોવાની જ. બિગ બી ખૂબ જ ઓછી અને ગણતરીની ઈવેન્ટ્સમાં હાજરી આપે છે એટલે તેમને જોવા માટે લોકોના ટોળેના ટોળા ઉમટી પડે છે. આ વખતે Abhishek Bachchan પિતા Amitabh Bachchanને એ ભીડ અને લોકોના ટોળાથી બચાવતો જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે Abhishek Bachchan ખુબ જ ધીરજ કામ લઈને મીડિયાને હેન્ડલ કરીને પિતા Amitabh Bachchan માટે રસ્તો કાઢે છે. લોકો તેના આ Sweet Gestureના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ અને લાઈક કરતાં નથી થાકી રહ્યા. કોઈને અભિષેકના આ વર્તન બિગ બીના સંસ્કારો દેખાઈ રહ્યા છે તો કોઈને એમાં અભિષેકનો પિતા માટેનો પ્રેમ, આદર અને સન્માન દેખાઈ રહ્યા છે.
ભાઈ જે હોય તે પણ એક વાત તો છે કે બચ્ચન પરિવાર દરેક ઇવેન્ટમાં સેન્ટર ઓફ અટ્રેકશન બનીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહે છે.