Waiting Ticket Cancellation Chargeને લઈને Railwayએ લીધો આ નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
નવી દિલ્હી/મુંબઈઃ Indian Railwaysની ગણતની દુનિયાભરના વિશાળ અને જટિલ કહી શકાય એવા રેલવે નેટવર્કમાં કરવામાં આવે છે. છેલ્લાં કેટલાય વર્ષોમાં ભારતીય રેલવેમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે અને આ પરિવર્તન બાદ પણ ભારતીય રેલવેમાં કેટલાક એવા નિયમો હતા કે જે લાંબા સમયથી ચાલ્યા આવ્યા હતા અને એને બદલવાની જરૂર હતી. આવો જ એક નિયમ હતો રેલવેની ટિકિટ કેન્સલેશન ચાર્જિસ સંબંધિત. આ ચાર્જિસથી જ રેલવેને ધૂમ કમાણી થતી હતી પણ પ્રવાસીઓને ખૂબ જ નુકસાન થતું હતું. હવે રેલવેએ વેઈટિંગ ટિકિટ કેન્સલેશનના ચાર્જિસમાં ફેરફાર કર્યો છે. ચાલો જોઈએ શું છે આ નવા ફેરફાર…
એક રિપોર્ટ અનુસાર Indian Railwaysમાં દરરોજ આશરે ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. Indian Railway દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે. રેલવેની સુવિધાઓમાં સુધારો આવ્યો છે અને સ્ટેશનની સ્થિતિ પણ સુધરી છે તો બીજી બાજું ટ્રેનોની સ્પીડમાં પણ વધારો જોવા મળ્યો છે.
ભારતીય રેલવે દ્વારા વેઈટિંગ ટિકિટ કેન્સલેશનના ચાર્જિસ સંબંધિત નિયમમાં ફેરફાર કર્યા છે અને એને કારણે પ્રવાસીઓને રાહત થશે. હવે વેઈટિંગ અને આરએસી ટિકિટ કેન્સલેશનમાં રેલવે દ્વારા કોઈ અલગથી ચાર્જ નહીં લેવામાં આવે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા નિયમમાં જો કોઈ ટિકિટ વેઈટિંગમાં હશે કે આરએસી હશે તો આવી ટિકિટ પર સર્વિસ ચાર્જના નામે વધારે પૈસા નહીં લેવામાં આવે.
નવા નિયમ અનુસાર હવે નક્કી કરવામાં આવેલા 60 રૂપિયા જ કાપવામાં આવશે. સ્લિપર ક્લાસમાં આ રકમ 120 રૂપિયા તો થર્ડ એસીમાં 180 રૂપિયા, સેકન્ડ એસીમાં 200 રપિયાનો ચાર્જ કાપવામાં આવશે. વાત કરીએ ફર્સ્ટ એસી માટે 240 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવશે.
રેલવે પહેલાં વેઈટિંગ અને આરએસી ટિકિટ કે પછી બીજી ટિકિટ કેન્સલ થતાં સર્વિસ ચાર્જ અને કન્વિનિયન્સ ફી તરીકે મસમોટી રકમ વસૂલતી હતી. રેલવેને આ જ રીતે તગડી કમાણી થતી હતી, જ્યારે પ્રવાસીઓને નુકસાન થતું હતું, પરંતુ હવે રેલવે દ્વારા આ માટે રકમ નિર્ધારિત કરી દેવામાં આવી છે.
ઝારખંડના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આ અંગે એક આરટીઆઈ દાખલ કરી હતી અને ટિકિટ કેન્સલેશન ચાર્જીસ અંગે ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે રેલવે ટિકિટ કેન્સલેશનના ચાર્જથી જ મસમોટી કમાણી કરી રહી છે. આને કારણે રેલવેને તો કમાણી થઈ રહી છે, પણ પ્રવાસીઓને નુકસાન થઈ રહ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે 190 રૂપિયાની ટિકિટ બુક કરી હતી અને એ વેઈટિંગમાં હતી. રેલવેએ કેન્સલેશન બાદ એમને 95 રૂપિયાનું જ રિફન્ડ આપ્યું હતું. રેલવે દ્વારા લેવામાં આવેલા આ નવા નિર્ણયથી પ્રવાસીઓને ચોક્કસ જ રાહત અનુભવાશે.