નેશનલસ્પેશિયલ ફિચર્સ

જાણી લો…આ વેજ ફૂડ્સમાં હોય છે ઇંડાથી પણ વધુ પ્રોટીન….

જે લોકો વેટ લોસ માટે કોશિશ કરે છે કે પછી મસલ્સ બિલ્ડ કરવા માગે છે અથવા ફીટ રહેવા માગે છે, તેઓ પોતાના ડાયેટાં વધુમાં વધુ પ્રોટીન લેવાની કોશિશ કરે છે. જોકે, તકલીફ એ છે કે મોટા ભાગના લોકોને એખબર નથી હોતી કે કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે. પરિણામે તેઓ ઇંડા, પનીર ખાવા સુધી જ સિમિત રહી જાય છે. પણ શું તમે જાણો છો કે એવી ઘણી વસ્તુઓ છે જેમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન ઉપરાંત અન્ય જરૂરી તત્વો પણ હોય છે. આજે આપણે એવી ચીજો વિશે જાણીએ.



દાળઃ ગુજરાતીઓના ઘરમાં તો રોજ સવારના ભોજનમાં દાળ અને કઠોળ ખવાતા જ હોય છે. દાળ અને કઠોળમાં બરપૂર માત્રામાં પ્રોટીન હોય ચે. એક બાઉલ દાળમાં 18 ગ્રામ પ્રોટીન હોય છે. આમ દાળ અને કઠોળ ઘણા ફાયદાકારક છે.



સોયાબીન: સોયાબીનમાં પણ ઘણું પ્રોટીન હોય છે. એને સલાડમાં કે અન્ય શાક સાથે મિક્સ કરીને પણ ખાઇ શકાય છે. 1 કપ રાંધેલા સોયાબીનમાં 28 ગ્રામ પ્રોટીન હોય છે.



કોળાના બીજઃ કોળાના બીજમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ઉપરાંત તેમાં ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ પણ હોય છે. તેથી શરીરને ભરપૂર ફાયદો થાય છે. આશરે 30 ગ્રામ જેટલા કોળાના બીજ એક ઇંડા કરતા વધારે પ્રોટીન આપે છે.



ભાંગના બીજ: ભાંગના બીજને ક્રન્ચી હોય છે. આ ક્રન્ચી બીજમાં કેલરી ઓછી હોય છે, પણ તે ઓમેગા થ્રી ફેટી એસિડ અને આલ્ફા લિનોલીક એસિડની ઉણપને પણ પૂરી કરે છે. આ બીજના બે ચમચી ખાવાથી શરીરને 6.3 ગ્રામ પ્રોટીન મળે છે.



ગ્રીક યોગર્ટ: ગ્રીક યોગર્ટ પ્રોબાયોટિકથી ભરપૂર ગ્રીક યોગર્ટનો એક કપ તમને 17 ગ્રામ સુધી પ્રોટીન આપે છે. તે ઘરે બનાવેલા દહીં કરતાં પણ વધુ પૌષ્ટિક માનવામાં આવે છે.





ચિયા સીડ્સઃ બે ચમચી જેટલા ચીયા સીડ્સ ખાવાથી તમને પાંચ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. આ ઉપરાંત એમાં લિનોલીક એસિડ અને ઓમેગા થ્રી ફેટી એસિડ પણ હોય છે. આસીડ્સ ખાવાથી પોર્ટીનની ઉણપ નથી થતી.




ક્વિનોઆઃ આ ભારતીય પદાર્થ નથી તેનું ભારતીય નામ મળવું મુશ્કેલ છે, પણ તમે રાજગરાની ચિક્કી ખાધી હશે. એ રાજગરા જેવો જ એનો દેખાવ હોય છે. ક્વિનોઆ શરીર માટે જરૂરી પોષક તત્ત્વો ઉપરાંત, તે 5 ગ્રામ આવશ્યક ફાઇબર્સ પણ પ્રદાન કરે છે.





વટાણાઃ અમે જાણીએ જ છીએ કે આ નામ વાંચીને તમે ખુશ થઇ ગયા હશો. હા, લીલા વટાણામાં પણ પ્રોટીન હોય છે. શિયાળાનો આ સુપર ફૂડ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. એક કપ વટાણા 8 ગ્રામ પ્રોટીન પ્રદાન કરે છે. વટાણા હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button