IPL 2024સ્પોર્ટસ

IPL-2024 લોકોએ MIની બસને ઘેરતા હાર્દિક-રોહિતના ઉડ્યા હોશ; પછી થઇ સની ભાઈની એન્ટ્રી…

જયપુરઃ દેશમાં હાલ આઇપીએલની સીઝન ચાલી રહી છે. દરેક શેરીઓ ગલીઓ અને વિસ્તારમાં આઈપીએલની ચર્ચા થઈ રહી છે અને ક્રિકેટ પ્રેમીઓ મેચને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જયપુરમાં યોજાયેલી રાજસ્થાન રોયલ્સ (RR) vs મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની મેચમાં પણ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મેચ બાદ પિંક સીટી ગણાતા જયપુરના સનીભાઈ નામના વ્યક્તિએ MIના ખેલાડીઓના અને ચાહકોના દિલ જીતી લીધા હતા.

વાત એમ બની હતી કે મેચ પૂરી થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જયપુરમાં ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ સમયે એક યુવાન MI માટે તારણહાર બનીને આવ્યો હતો. તેણે બસને ટ્રાફિકમાંથી બહાર કાઢવા માટે રસ્તા પરથી બધી કાર હટાવી દીધી હતી અને મુંબઈની ટીમની બસનો રસ્તો ખુલ્લો કર્યો હતો. આ યુવકનું નામ તો ખબર નહોતી પડી, પરંતુ તેના ટીશર્ટ પર સની લખેલું હતું જેના કારણે લોકો આ સની ભાઈના વખાણ કરી રહ્યા છે.


આ ઘટનાનો વિડીયો મુંબઈ ઇન્ડિયન્સના ઓફિસિયલ હેન્ડલ પર પણ શેર કરવામાં આવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સનીએ બ્લુ કલરની જર્સી પહેરી છે, જેના પર સાત નંબર છપાયેલો છે. વિડીયોમાં જોવા મળે છે કે સની રોડ પરનો ટ્રાફિક હટાવી રહ્યો છે અને મુંબઇ ઇન્ડિયન્સની બસ માટેના રસ્તો ખુલ્લો કરી રહ્યો છે. ટ્રાફિકમાંથી બહાર આવતા જ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓએ તાળી પાડીને સનીનો આભાર માન્યો હતો. આ વીડિયોને શેર કરતાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે લખ્યું છે- ‘સનીભાઇએ દિલ જીતી લીધા.’

https://twitter.com/mipaltan/status/1782354387786240174

આ વીડિયો પર જાતજાતની કમેન્ટ્સ આવી રહી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે સની ભાઈએ 7 નંબરની જર્સી પહેરી છે, તેથી એમ લાગે છે કે સની ભાઈ મહેન્દ્ર સિંહ ધોનીના ફેન છે કારણ કે તેમની જર્સી નંબર 7 છે. ઘણા યુઝર્સે ટ્રાફિક પોલીસની અનઉપસ્થિતીનો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ટીમની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button