આપણું ગુજરાતસ્પોર્ટસ

1 મેથી અમદાવાદમા થશે ગુજરાત સુપર લીગનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાતમાં સૌપ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદમા થઈ જવા રહ્યું છે. રાજ્યમાં ફૂટબોલની રમતમાં ક્રાંતી લાવવા અમદાવાદમાં ગુજરાત સુપરલીગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી પહેલી મે થી અમદાવાદના ઇકા એરેના ખાતે ગુજરાત સુપર લીગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ લીગ માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે.

રાજ્યસભાના સાંસદ અને GSFAના પ્રમુખ પરિમલ નથવાણી માર્ગદર્શનમાં ગુજરાત સુપર લીગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઐતિહાસિક રહેશે. ત્યારે GSLની ટ્રોફીનું પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં GSLમાં ભાગ લેનાર ટીમના માલિક, કોચ સહિતના સમર્થકો હાજર રહ્યા હતા.ગુજરાતમાં ફૂટબોલની રમતને વધુ મજબૂત કરવા માટે GSFA દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

ટ્રોફીના અનાવરણ પ્રસંગે પરિમલ નથવાણીએ કહી હતું કે “પ્રથમ વખત શરૂ થયેલી ફ્રેંચાઈઝી આધારિત ફૂટબોલ સ્પર્ધા રમતને મજબૂત બનાવા માટેની GSFAએની મોટી પહેલ છે, અત્યારે છ ટીમથી શરૂ થતી આ લીગને ત્રણ ચાર વર્ષમાં 12 ટીમ સુધી લઈ જવાશે.”

ટુર્નામેંટ આગામી 1 મે ના રોજ અમદાવાદ ખાતે યોજાવાની છે. જેમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા બનાવેલ 6 અલગ અલગ ટીમો ભાગ લેશે. જેમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટસ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર ટીમનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટના મુખ્ય સહયોગી સ્પોન્સર ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button