પુરુષો માટે મસ્ટ હેવ
મૅન્સ-ફેશન -ખ્યાતિ ઠક્કર
એક મહિલા ફેશનને લઈને જેટલી સજાગ હોય છે તેટલો જ એક પુરુષ પણ હોય છે. ઈન ફેક્ટ એમ કહી શકાય કે થોડો વધારે સજાગ હશે. પુરુષો પોતાના લુકને લઈને બહુ પર્ટિક્યુલર હોય છે. માત્ર બોટમ અને શર્ટ અથવા ટી-શર્ટમાં તેમને બેસ્ટ લાગવાનું હોય છે. પુરુષો ખુબ જ ચોક્કસ હોય છે. લિમીટેડ એક્સેસરીઝ જેમકે રીસ્ટ વોચ અને અલગ અલગ જાતના શૂઝ પેહેરવાના શોખીન પુરુષો પાસે અમુક ચોક્કસ બોટ્ટમ તો હોવા જ જોઈએ. ચાલો જાણીયે પુરુષો પાસે કયું મસ્ટ હેવ કલેક્શન હોવું જ જોઈએ.
ડેનિમ
દરેક પુરુષ પાસે પોતાને ગમતા કલરનું એક વેલ ફિટટેડ ડેનિમ હોવું જ જોઈએ. જે તમે કેઝયુઅલી પહેરી શકો. આમ તો ડેનિમ બધા જ પર્પઝ સોલ્વ કરી શકે. જેમકે ડેનિમ સાથે ટી શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ તમને એક કેઝ્યુઅલ લુક આપશે તો ડેનિમ સાથે ફોર્મલ શર્ટ અને ફોર્મલ શૂઝ એક સેમી ફોર્મલ લુક આપી શકે.
કાર્ગોસ
કાર્ગોસ એટલે ૬ પોકેટ કોટન પેન્ટ્સ કે જે મોટા ભાગે ખાખી અને ઓલિવ ગ્રીન કલરમાં વધારે સારા લાગે છે. જો તમારે કાર્ગોસ સાથે બ્લેક ટી-શર્ટ કે શર્ટ પહેરો તો તમે ક્લબિંગ માટે પહેરી શકો. કાર્ગોસ સાથે વાઈટ શર્ટ એક ડિસન્ટ લુક આપશે. કાર્ગોસ સાથે તમે સ્પોર્ટ્સ શૂઝ, કેનવાઝ શૂઝ કે લોફર્સ પહેરી શકો.
શોર્ટ્સ
શોર્ટ્સ તો મોટે ભાગે પુરુષો પાસે હોય જ છે, પરંતુ ની લેન્થ (ઘુંટણ સુધી) કે થ્રિ ફોર્થ લેન્થ કોટન શોર્ટ્સ હોવી જ જોઈએ જે તમે હોલીડે પર પહેરી શકો. ની લેન્થ(ઘુંટણ સુધી) કે થ્રિ-ફોર્થ લેન્થ શોર્ટ્સ પ્લેન લેવી કે પ્રિન્ટેડ એ તમારી પર્સનલ ચોઈસ છે. આ શોર્ટ્સ સાથે તમે પ્રિન્ટેડ શોર્ટ્સ પહેરી એક પરફેક્ટ હોલીડે લુક ક્રિએટ કરી શકો. આ લુક સાથે તમે લોફર્સ અથવા સ્લીપર્સ પહેરી શકો.
જોગર્સ
જોગેર્સ એટલે આમ તો પજામા જે તમે વિકએન્ડમાં રિલેક્સ થવા માટે પહેરી શકો. જોગર્સ સાથે કોઈ પણ ટી-શર્ટ મિક્સ એન્ડ મેચ કરી શકાય. તમે ફેન્સી બનિયાન પણ પહેરી શકો. જોગર્સ મોટે ભાગે બ્લેક કે બ્લૂમાં જ લેવા જેથી કરી કોઈ પણ કલરનું ટી-શર્ટ મિક્સ એન્ડ મેચ કરી શકાય. વિકએન્ડમાં જો અચાનક ઘરની બહાર જવાનું થાય તો જોગર્સ સાથે તમે સ્લીપર પહેરી શકો.