IPL 2024સ્પોર્ટસ

પંતે બતાવ્યો પરચો, વર્લ્ડ કપ માટે ફિક્સ જ થઈ ગયો સમજો

આઠ સિક્સર, પાંચ ફોર સાથે બનાવ્યા અણનમ 88, છેલ્લી ઓવરમાં દિલ્હીનો 31 રનનો વિક્રમ, મોહિત 73 રન સાથે સૌથી મોંઘો

નવી દિલ્હી: પહેલી આઠમાંથી પાંચ મૅચ હારી જવાને કારણે પૉઇન્ટ્સ-ટેબલમાં હંમેશાં છેલ્લા ત્રણ સ્થાનમાં જ રહેનાર દિલ્હી કૅપિટલ્સની ટીમે હોમ-ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે અલગ જ અંદાજમાં પર્ફોર્મ કર્યું હતું. બૅટિંગ મળ્યા પછી આ ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 224 રન બનાવીને આ વખતના રનોત્સવમાં અન્ય ઘણી ટીમોની માફક પોતે પણ 220-પ્લસનું ટોટલ બતાવ્યું, ખુદ કૅપ્ટન રિષભ પંત (88 અણનમ, 43 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) અસલ મિજાજમાં રમ્યો. તેણે આ ફટકાબાજીથી સિલેક્ટર્સને જાણે સંકેત આપી દીધો છે કે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં જો મને નહીં સિલેક્ટ કરો તો એ તમારી ભૂલ કહેવાશે.

આ પણ વાંચો: સચિન સાથે 14 વર્ષ સુધી બૅટિંગ કરવાનું મને ગૌરવ મળેલું: વીરુ

વનડાઉનમાં અક્ષર પટેલ (66 રન, 43 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ને મોકલવામાં આવ્યો અને તેણે પણ બૅટિંગમાં તાકાત બતાવી દીધી.

આ હતી દિલ્હીની દમદાર બૅટિંગનું પરિણામ જેમાં ગુજરાત ટાઇટન્સને 225 રનનો પડકારરૂપ ટાર્ગેટ મળ્યો હતો. ગુજરાતના પેસ બોલર મોહિત શર્માની 20મી ઓવરમાં દિલ્હીએ ઉપરાઉપરી ધમાકા કર્યા હતા. રિષભ પંત જાણે ગાંડો થઈ ગયો હતો. એ ઓવરમાં આ મુજબ રન બન્યા હતા: 2, 1 (વાઇડ), 6, 4, 6, 6, 6. પૃથ્વી શો (11 રન) ફરી સારું રમવામાં નિષ્ફળ ગયો, પણ જેક ફ્રેઝર-મૅકગર્કે (23 રન, 14 બૉલ, બે સિક્સર, બે ફોર) ફરી અસરદાર ઝલક બતાવી. ટ્રિસ્ટેન સ્ટબ્સ (26 અણનમ, સાત બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ પાંચમી વિકેટ માટે પંત સાથે 67 રનની અતૂટ ભાગીદારી કરી હતી. મોહિત શર્મા (4-0-73-0) આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો બોલર સાબિત થયો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button