હવે આવ્યા નવા ન્યૂઝઃ અનંત અંબાણીના વેડિંગનું લોકેશન ચેન્જ થશે?
મુંબઈ: લંડનના રાણીના એક સમયના ભવ્ય નિવાસસ્થાન ખાતે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીની દીકરા અનંત તેમ જ રાધિકા મર્ચન્ટના અક્સ્ટ્રાવેગન્ટ લગ્ન યોજાશે, તેવા અહેવાલ બે-ત્રણ દિવસ પહેલા વહેતા થયા હતા. જોકે, હવે અનંત અને રાધિકાના લગ્ન લંડનમાં નહીં, પરંતુ ભારતમાં જ યોજવામાં આવશે તેવા તાજા સમાચાર મળી રહ્યા છે.
ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી અનંત અને રાધિકાની ભવ્યાતિભવ્ય પ્રિ-વેડિંગ સેરેમની યોજવામાં આવી તેની ઝાકમઝાળથી ભલભલા અંજાઇ ગયા હતા અને લોકોના મનમાં એ તાલાવેલી છે કે જો પ્રિ-વેડિંગ સેરેમની આટલી ભવ્ય હતી તો પછી લગ્નમાં કેવી જાહોજલાલી જોવા મળશે?
પ્રિ-વેડિંગ સેરેમનીમાં જ બોલીવુડના મોટા સિતારાઓ અને દેશ-વિદેશના રાજકારણીઓ, ઉદ્યોગપતિ અને અન્ય સેલેબ્રિટીસ ઉમટ્યા હતા ત્યારે લગ્નમાં કોને કોને આમંત્રણ અપાશે અને ક્યા માંધાતાઓ તેમાં હાજરી આપશે તેના પર પણ બધાની નજર છે.
આપણ વાંચો: Anant Ambani’s Birthday: જામનગરના ઉજવણી દરમિયાન સલમાન ખાને અનંત અંબાણી માટે ગીત ગાયું, જુઓ વિડીયો
અનંત અને રાધિકાના લગ્ન આગામી 12 જુલાઇના રોજ યોજાવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર તેમના લગ્ન મુંબઇમાં જ યોજવામાં આવશે. આ પહેલા એક ટોચના અખબાર જૂથ દ્વારા તેમના લગ્ન લંડનમાં યોજાવાના હોવાના અહેવાલ છાપવામાં આવ્યા હતા. લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં આ લગ્ન થવાના હોવાનું તે અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, આ અહેવાલ ખોટા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ક્યા મહેમાનોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે તે વિશે પણ વાતો થઇ રહી છે. જોકે સત્તાવાર રીતે હજી સુધી કોઇપણ ગેસ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવી હોવાના કોઇ અહેવાલ નથી. જોકે બિઝનેસ વર્લ્ડ, સિનેમા, ક્રિકેટ, રાજકારણ આ તમામ ક્ષેત્રની ટોચની હસતીઓને આમંત્રણ આપવામાં આવશે તે વાત ચોક્કસ છે.
બીજી બાજુ લગ્નની કંકોત્રી તૈયારી થઇ ગઇ હોવાનું અને અમુક ખાસ મહેમાનોને આ કંકોત્રી મોકલી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. મળેલી માહિતી મુજબ લગ્નની કંકોત્રી લગભગ નવ પાનાંની છે.
પ્રિ-વેડીંગ સેરેમેનીની વાત કરીએ તો એ કાર્યક્રમ લગભગ 1250 કરોડ રૂપિયાના ખર્ચે યોજવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. આ ઇવેન્ટમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ જેવી હસતીઓ સામેલ થઇ હતી.