આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૨૫-૪-૨૦૨૪,વિંછુડો પ્રારંભ
ભારતીય દિનાંક ૫, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૪મો ગોશં, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૩ સુધી (તા. ૨૬મી) પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૦-૦૦ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૧,
સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૪,
સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે ક. ૧૩-૦૦, મધ્યરાત્રે ક. ૦૦-૪૭
ઓટ: સવારે ક. ૦૬-૧૬, સાંજે ક. ૧૮-૫૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – પ્રતિપદા. વિંછુડો પ્રારંભ ક. ૨૦-૦૦.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્રદેવતાનું પૂજન, નવા વસ્રો, આભૂષણ, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેચ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, માનેલા સંત, ગુરુના સ્થાનકની મુલાકાત, દર્શન.
આચમન: ચંંદ્ર-હર્ષલ પ્રતિયુતિ નિર્ણયો લેવામાં અચોક્કસ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ સટ્ટો કરવાનો સ્વભાવ, ચંદ્ર-મંગળ ત્રિકોણ સ્વતંત્ર રીતે નિર્ણયો લેવામાં સક્ષમ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સંગીતપ્રિય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, માર્ગી બુધ-મીન, ગુરુ-મેષ (કૃત્તિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર