લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
संगनमत ઉછેર
संगोपन ભાળ, પત્તો
सांगड ઢોળવું
सांडणे મસલત
सुगावा તરાપો

ઓળખાણ પડી?
હાલ કેનેડામાં રમાઈ રહેલી ચેસની કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં હિસ્સો લેનારી મહિલા ખેલાડીની ઓળખાણ પડી? આ સ્પર્ધામાં તેનો ભાઈ પણ રમી રહ્યો છે.
અ) હમ્પી કોનેરુ બ) આર. વૈશાલી ક) તાનિયા સચદેવ ડ) દિવ્યા દેશમુખ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પુરુષના ભાણેજની પત્નીની સાસુ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) સાળી બ) મામી ક) ભાણેજ ડ) બહેન

જાણવા જેવું
દેવોના શિલ્પીનું વિશ્ર્વકર્મા એવું સાધારણ નામ છે, તેવી રીતે અસુરોના શિલ્પીને મય કહેતા હતા. ખાંડવ વન અર્જુને અગ્નિને ભક્ષ કરવા આપ્યું હતું, તેમાંથી આ મળી આવ્યો હતો. તે વેળાએ અર્જુને મયનું રક્ષણ કર્યું હતું. એ ઉપકારના બદલામાં અર્જુનને એક મહેલ નિર્માણ કરી આપ્યો. તેમાં કોઈ કોઈ ઠેકાણે સ્થળને સ્થાને જળ અને જળને સ્થાને સ્થળ હોય એવો ભાસ થાય એવું ચાતુર્ય કર્યું હતું.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં દારૂ – મદિરાનો પર્યાય સંતાઈને બેઠો છે એ શોધી
કાઢો જોઉં.
સંગાથમાં પાણીની જેમ વહેતો સમય હવે થીજી ગયો છે.

નોંધી રાખો
દુન્યવી સંબંધોમાં અનેક ઠેકાણે સ્વાર્થ જોવા મળે છે. ઘોડો જ્યાં સુધી રેસમાં વિજય મેળવતો હોય છે ત્યાં સુધી એને ખવડાવવા પડતા ચણા માલિકને મોંઘા નથી લાગતા.

માઈન્ડ ગેમ
૧૯૬૨થી ૧૯૬૭ દરમિયાન આરોગ્ય પ્રધાનનો હોદ્દો સંભાળનારી મહિલાનું નામ જણાવો. તેમના ભાઈ પ્યારેલાલ ગાંધીજીના અંગત સચિવ હતા.
અ) ઉમાશંકર દીક્ષિત ૨) સરોજિની નાયડુ
૩) સુશીલા નાયર ૪) મોહસીના કિડવાઈ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
कंगवा દાંતિયો
कावीळ કમળો
कांडी દીવાસળી
कारागृह કેદખાનું
कालवड વાછરડી

ગુજરાત મોરી મોરી રે
ભાભી

ઓળખાણ પડી?
સુમિત્રા મહાજન

માઈન્ડ ગેમ
ગણેશ માવળંકર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
છળ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂળરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) પ્રતિમા પામાણી (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતિમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) સુરેખા દેસાઈ (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) નિતીન બજરિયા (૪૩) અરવિંદ કામદાર (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) રમેશ દલાલ (૪૯) હેમા હિરીશ ભટ્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button