હેમંત સોરેન કેસમાં કોર્ટનું મૌનઃ સિબ્બલે કહ્યું ‘જાયે તો જાયે કહાં…’?
નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનએ બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે કાળુંનાણું શોધવાના કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારતી તેની અરજી પર વડી અદાલત નિર્ણય નથી આપી રહી.
સોરેન તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલએ જજ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેંચને જણાવ્યુ કે હાઈકોર્ટે તેમની અરજી પર 28 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ ચુકાદો સંભળાવ્યો નથી. સિબ્બલે કહ્યું કે, સોરેને પોતાની ધરપકડના વિરોધમાં બીજી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ બેન્ચે તેમને રાહત મેળવવા માટે હાઇકોર્ટ જવા કહ્યું હતું.
આપણ વાંચો: ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેન વિરુદ્ધ ED ફાઇલ કરી શકે છે ચાર્જશીટ, આજે જેલમાં 60 દિવસ પૂર્ણ
સિબ્બલે કહ્યું ‘ અમે હેમંત સોરેનના કેસમાં કલમ 32 હેઠળ અરજી દાખલ કરી છે.બેન્ચે કહ્યું કે હાઇ કોર્ટમાં જાઓ, અમે ચાર ફેબ્રુઆરીએ હાઇ કોર્ટ ગયા અને પછી 27-28 ફેબ્રુયારીએ કેસની સુનાવણી થઈ હતી, પરંતુ અરજી ઉપર હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી.
વરિષ્ઠ વકીલે કહ્યું કે,’ અમે ફરીથી હાઇ કોર્ટ આવ્યા અને કહ્યું કે જ્યાં સુધી ચુકાદો આપવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે ક્યાંય નહીં જઇ શકીએ. જજે કંઈ જ ના કહ્યું. તેઓ અંદર છે અને ચૂંટણી પૂર્ણ થઈ જશે’ ત્યારે અમે કયાઁ જઈએ ?