નેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

બર્થ-ડે બૉય સચિન તેન્ડુલકરની નેટવર્થ જાણીને ચોંકી જશો!

મુંબઈ: 51મી વરસગાંઠ ઉજવનાર સચિન તેન્ડુલકરે 24 વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરમાં કંઈ કેટલાયે વિક્રમો સ્થાપિત કર્યા અને એના આંકડા જેટલી માયાજાળ ઊભી કરે છે એટલા જ આંકડા તેની નેટવર્થના છે જે વાંચીને કોઈને પણ ચક્કર આવી જાય.

માસ્ટર બ્લાસ્ટરે નિવૃત્તિ લીધી એને એક દશકાથી પણ વધુ સમય થઈ ગયો એમ છતાં તેના અનેક વિક્રમો હજી આજે પણ અતૂટ છે. બૅટિંગના બાદશાહ સચિને બુધવાર, 24મી એપ્રિલે જિંદગીના 51 વર્ષ પૂરા કર્યા. 1989માં પાકિસ્તાનમાં 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર લિટલ ચૅમ્પિયન 2013 સુધી દરેક મૅચમાં અને પ્રત્યેક સિરીઝ કે દરેક ટૂર્નામેન્ટમાં પોતાની આગવી છાપ છોડતો હતો. ખુદ બૅટિંગના શહેનશાહ સર ડૉન બ્રૅડમૅન પણ સચિનને પોતાની સમકક્ષ માનતા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34,000થી પણ વધુ રન બનાવનાર સચિનની કુલ નેટવર્થ 170 મિલ્યન ડૉલર (અંદાજે 1,410 કરોડ રૂપિયા) છે.

ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી પણ સચિન અત્યંત લોકપ્રિય છે અને જાહેરખબરોમાં ચમકીને કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે.
બીજી રીતે કહીએ તો સચિન મોટી-મોટી કંપનીઓની ઍડવર્ટાઇઝમેન્ટમાં ‘ચોક્કા-છગ્ગા’ મારી રહ્યો છે.

તમે નહીં માનો, પણ સચિન હવે રમતો ન હોવા છતાં રોજના ચાર કરોડ રૂપિયા કમાય છે. તે વર્ષે પંચાવન કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરે છે. તેની પાસે અનેક જાણીતી બ્રૅન્ડ્સ છે જેના મૉડેલ તરીકે ટીવી પર અને થિયેટરોમાં ફિલ્મની પહેલાં તેમ જ ઇન્ટરવલ દરમ્યાન ચમકતો જોવા મળે છે. એટલું જ નહીં, જાહેર સ્થળે લગાવાતા સત્તાવાર બૅનરમાં પણ તે મૉડેલ તરીકે જોવા મળે છે.

મુંબઈ અને બેન્ગલૂરુમાં સચિનની બે રેસ્ટોરાં છે. તેની નેટવર્થ એમએસ ધોની તેમ જ વિરાટ કોહલીથી પણ વધુ છે. એવું મનાય છે કે સચિને વિવિધ જગ્યાએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના દ્વારા વર્ષે 10 કરોડ રૂપિયાની કમાણી કરે છે. મુંબઈ અને કેરળમાં તેની પાસે આલિશાન બંગલો છે. બાંદરા (પશ્ર્ચિમ)માં સચિન જે વિશાળ બંગલામાં રહે છે એની કિંમત 100 કરોડ રૂપિયા છે. તેણે 2007માં અંદાજે 40 કરોડ રૂપિયામાં એ બંગલો ખરીદ્યો હતો. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં તેની પાસે એક લક્ઝુરિયસ ફ્લૅટ પણ છે.

સચિન પાસે અનેક જાણીતા મૉડેલની કારનો વિશાળ કાફલો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button