
ઇન્ડીયન પ્રીમિયર લીગ(IPL) 2024 ની 39મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે(LSG vs CSK) ગઈ કાલે મંગળવારની સાંજે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચ રોમાંચક મેચમાં LSGએ CSKને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા CSKએ 21૦નો સ્કોર બનાવ્યો હોવા છતાં, CSK મેચ હારી ગઈ હતી. CSKની હારમાં માર્કસ સ્ટોઇનિસ(Marcus Stoinis) વિલન બન્યો હતો, સ્ટોઇનિસે 63 બોલમાં 124 રનની અણનમ ઇનિંગ રમીને લખનઉને શાનદાર જીત અપાવી હતી.
ચેન્નઈના સ્ટેડીયમમાં મેચ હોય ત્યારે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે CSKનો દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni), ધોનીના મેદાનમાં આવતાની સાથે જ સમગ્ર સ્ટેડિયમ ચાહકોનો ચીચીયારીથઓથી ગુંજી ઉઠે છે. ગઈ કાલની મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન ધોની કેમેરામેનની હરકતથી નારાજ થયો હતો, ધોનીએ હાથમાં રહેલી પાણીની બોટલ ફેંકવાનો ઈશારો કરી તેને ધમકાવ્યો હતો.
સામાન્ય રીતે ધોની ક્યારેય કેમેરા સામે પોતાના ભાવ પ્રદર્શિત કરતો નથી. પણ ગઈ કાલે બન્યું એવું કે CSKની ઇનિંગ ચાલી રહી હતી અને ગાયકવાડ અને શિવમ દુબે શાનદાર બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે પણ કેમેરામેન ટીવી સ્ક્રીન પર સતત ધોનીને ડ્રેસિંગ રૂમમાં બેઠેલો બતાવી રહ્યો હતો. આ જોઈને ધોની ગુસ્સે થયો, અને પ્લાસ્ટિક બોટલ ફેંકવાનો ઈસરો કરી બ્રોડકાસ્ટરને ઈસરો કર્યો કે ક્રીઝ પરના યુવા ખેલાડીઓને સ્ક્રીન પર દેખાડો મને નહીં.
બ્રોડકાસ્ટર સ્ક્રીન પર સતત ધોનીને બતાવી રહ્યા હતા, જેને કારણે તે અસહજ દેખાતો હતો. આવી સ્થિતિમાં ધોનીએ પોતાના હાથમાં રહેલી બોટલ ફેંકવાની જેમ ઈશારા કરીને કેમેરામેનને કહેવાનો પ્રયાસ કર્યો કે તેને તે પસંદ નથી. આ ઘટનાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતારેલી CSK ટીમ તરફથી રુતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કરતા 108 રન બનાવ્યા હતા જેના કારણે ચેન્નાઈએ 210 રન બનાવ્યા હતા, પરંતુ CSKના બોલરો સ્ટોઈનિસના આક્રમણ સામે ટકી ન શક્યા, સ્ટોઇનિસે 63 બોલમાં 124 રનની અણનમ ઇનિંગ રમી, સ્ટોઈનિસને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
આ મેચમાં CSKની ઇનિંગ દરમિયાન માત્ર ધોનીએ એક બોલ જ રમ્યો હતો. એક બોલ પર ચોગ્ગો ફટકારીને, ધોનીએ ચાહકોને ઉજવણી કરવાનો મોકો આપી દીધો હતો.