લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક લોકસભા બેઠકની ભારે ચર્ચા થઈ રહી છે. આ વખતે અમેઠી લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોણ દાવો કરશે તેની વાતો થઈ રહી છે. દરમિયાન આ વખતે અમેઠી લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોણ દાવો કરશે તેની વાતો થઈ રહી છે.કોઈ એમ જણાવી રહ્યું છે કે આ વખતે રાહુલ ગાંધી ફરીથી અમેઠીથી ચૂંટણી લડશે, તો કોઈક પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરા ની ચૂંટણી યાત્રા અહીંથી શરૂ થવાની વાત કરી રહ્યા છે, પરંતુ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસે હજુ સુધી આ બેઠક પરથી પોતાના કોઈ જ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, તેથી આ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેનું સસ્પેન્સ યથાવત રહ્યું છે.
દરમિયાનમાં સોમવારે અમેઠીમાં રોબર્ટ વાડરાના સમર્થનમાં પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા. પોસ્ટરમાં ‘જનતા કરે પોકાર’ લખીને રોબર્ટ વાડરાને સમર્થન આપવામાં કહેવામાં આવ્યું છે.
આ પોસ્ટરો કોણે લગાડ્યા તેની હજી સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ આ પોસ્ટરમાં અમેઠીના લોકો આ વખતે રોબર્ટ વાડરાને બોલાવી રહ્યા છે. તેથી હવે એવી અટકળોએ પણ જોર પકડ્યું છે કે આ વખતે કૉંગ્રેસ રોબર્ટ વાડરાને મેદાનમાં ઉતારી શકે છે. તાજેતરમાં રોબર્ટ વાડરાએ પણ અમેઠીથી જ ચૂંટણી યાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે જ્યારે કોંગ્રેસે અમેઠીથી કોઈ ઉમેદવાર જાહેર કર્યો ન હતો ત્યારે અમેઠીના વર્તમાન ભાજપ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમના સાળા રોબર્ટ વાડરા પર કટાક્ષ કરતાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ સાંસદ તરીકેના 15 વર્ષમાં જે કામ કર્યું તેના કરતાં તેમણે માત્ર પાંચ વર્ષમાં વધું કામ કર્યું છે.
સ્મૃતિ ઈરાનીએ આ ટિપ્પણી રોબર્ટ વાડરા અમેઠીથી ચૂંટણી લડી શકે છે તેવી અટકળો બાદ કરી હતી. અમેઠીને કોંગ્રેસ પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ 2019 ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. લોકસભાની ચૂંટણી 2024 દરમિયાન અમેઠીમાં 20મી મેના રોજ પાંચમાં તબક્કામાં મતદાન થવાનું છે.
હાલમાં જ અમેઠીમાં એક સભામાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે જીજાજીની નજર અમેઠીની બેઠક પર છે હવે સાળા સાહેબ શું કરશે….? એક સમય હતો જ્યારે મુસાફરી કરતા લોકો પોતાના હાથથી સીટ પર નિશાની કરતા હતા કે રૂમાલ છોડતા હતા, જેથી તેના પર કોઈ બેસે નહીં. શું રાહુલ ગાંધી પણ પોતાના રૂમાલ વડે આ સીટ બ્લોક કરી રાખશે? કારણ કે તેમના સાળાની નજર પણ આ સીટ પર છે….’
Taboola Feed