મરણ નોંધ

મુસ્લિમ મરણ

ઓ. કોબાદ નવરોઝ રાયમલવાલા તે મરહુમ નવરોઝ તથા મરહુમ ખોરશેદ રાયમલવાલાના દીકરા. તે એ. મહેરનોશ, એ. ડો. અસ્પી, એ. ડો. ફરામરોઝ તથા ઓ. રોશનના ભાઇ. તે ડો. ફ્રેની અસ્પી રાયમલવાલા તથા આરમઇતી ફરામરોઝ રાયમલવાલાના દેર. તે ઓ. નાઝનીનના કાકા. તે એ. નીલુફર નોઝર લાહેર તથા એ. બુરઝીન સરોષ દસ્તુરના મામા. તે સરોષ નોશીર દસ્તુરના સાળા. (ઉં. વ. ૬૮) રે. ઠે. ૨૭/સી-૧ કોન્ટ્રેક્ટર બાગ, મોરી રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૪-૨૪ના બપોરે ૩-૪૦ કલાકે, મુંબઇ ડુંગરવાડી પર બેનેટ બંગલી નં.૬માં.
સાયરસ ફરેદુન કેરમાની તે રોશન સાયરસ કેરમાનીના ખાવીંદ. તે મરહુમો બાનુબાઇ તથા ફરેદુન કેરમાનીના દીકરા. તે પેરીન ને નેવીલના પપ્પા. તે માહરૂખ એન. કેરમાની તથા મરહુમ શાહરૂખ ડી. ઇરાનીના સસરા. તે મરહુમો અદી, બોમી, થ્રીટી ને કેકીના ભાઇ. તે સારમીન ને શાહવીરના મમાવાજી. (ઉં. વ. ૯૩) રે. ઠે. એલ-૩, ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૪-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે, મુંબઇ ડુંગરવાડી, ભાભા બંગલી નં.૧માં.
મીઠું ખુશરૂ કુરલાવાલા તે મરહુમ ખુશરૂ રૂસ્તમ કુરલાવાલાના વિધવા. તે મરહુમો જરૂ તથા નાદીરશાહ બી. ચીનોયના દીકરી. તે અશા કુરલાવાલા ને શેરેના આર. ખાનના મમ્મી. તે રોની કે. ખાનના સાસુજી. (ઉં. વ. ૧૦૬) રે. ઠે. ૨૦૧, ડેસલીયા, ૧૭-એ, માઉન્ટ પ્લેસન્ટ રોડ, મલબાર હીલ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૪-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની હોડીવાલા બંગલીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button