નેશનલ

મલયેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકૉપ્ટર અથડાયા, ૧૦નાં મોત

દુર્ઘટના: મલયેશિયાના લૂમૂરસ્થિત પૅરાક વિસ્તારમાં નૌકાદળના બે હૅલિકૉપ્ટર તાલિમ સત્ર દરમિયાન અથડાઈને તૂટી પડ્યા બાદ તેનાં કાટમાળની ચકાસણી કરી રહેલા અગ્નિશમન અને રાહત વિભાગના અધિકારીઓ. આ દુર્ઘટનામાં હૅલિકૉપ્ટરમાં સવાર ઓછામાં ઓછાં દસ જણ માર્યા ગયા હતા. (એજન્સી)

મલેશિયામાં રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમ પહેલા રિહર્સલ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકૉપ્ટર હવામાં અથડાયા હતા, આ અકસ્માતમાં બંને હેલિકૉપ્ટરમાં સવાર ૧૦ લોકોનાં મોત થયાં છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મલેશિયન નેવીનો વાર્ષિક કાર્યક્રમ લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. એ પહેલા આજે મંગળવારે સવારે ૯.૩૨ વાગ્યે રિહર્સલ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. એક હેલિકૉપ્ટર ટેકઓફ થતાંની સાથે જ બીજું હેલિકૉપ્ટર અથડાયું હતું. આ હેલિકૉપ્ટરમાંથી એક ૫૦૨-૬ અને બીજું ૫૦૩-૩ હતું. આકાશમાં અથડાયા બાદ એક હેલિકોપ્ટર સ્ટેડિયમની સીડીમાં અને બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું. મલેશિયન નેવીએ પણ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનામાં ૧૦ ક્રૂ મેમ્બરનાં મોત થયાં છે. તમામ મૃતદેહોને ઓળખ માટે લુમુત આર્મી બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button