રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં ASI કાનગડની ધરપકડ
રાજકોટના આંબેડકરનગરમાં ગત 14 તારીખે રાત્રે પિતા-પુત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ સારવારમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માલવીયાનગર પોલીસે એટ્રોસીટી, હત્યાની કલમનો ઉમેરો કરી શોધખોળ શરૂ કરી હતી દરમિયાન આજે એસએસઆઇ ડીસીબી સમક્ષ હાજર થતા અટકાયત કરી માલવીયાનગર પોલીસને કબજો સોપતા પોલીસ કોર્ટમાં રજુ કરશે.
રાજકોટ શહેરના ગોંડલ રોડ પરના આંબેડકરનગરના યુવકને ઢોર માર મારી હત્યા કર્યા બાદ ભાગી છૂટેલો એએસઆઈ અંતે પકડાયો છે જો કે, તે સામેથી રજૂ થયાની ચર્ચા છે. આંબેડકરનગરમાં રહેતા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઇ રાઠોડ પાડોશીના ઝઘડામાં વચ્ચે પડતાં માલવિયાનગર પોલીસ ગત તા.14ના તેમને પોલીસ મથકે ઉઠાવી ગઇ હતી.
આ પણ વાંચો: ભુજના કુકમા ગામે બે સંતાનોને મોતને ઘાટ ઉતારી માતાએ પણ ગળે ફાસો ખાધો
મળતી માહિતી મુજબ શહેરના આંબેડકરનગરમાં રહેતા રાજુભાઇ સોલંકી અને તેનો પુત્ર જયેશ ગત 14 તારીખે રાત્રે ઝઘડો કરતા હોય અને પોલીસ બોલાવવામાં આવતા જયેશ મદદ માગવા જતા હમીરભાઇ ઉર્ફે ગોપાલ દેવજીભાઇ રાઠોડ (ઉ.34) સમાધાન માટે ત્યાં ગયા હતા ત્યારે ફરજ પરના પોલીસમેને તેને ત્યાં મારકુટ કરી પોલીસ વેનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જઇ પાઇપથી ઢોર માર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં એએસઆઇ અશ્વિન કાનગડે હમીરભાઇને ઢોરમાર મારતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને બેભાન થઈ જતાં પોલીસે તેમને હોસ્પિટલે ખસેડ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન હમીરભાઇનું મૃત્યુ થયું હતું. પોલીસ સ્ટેશનમાં આચરવામાં આવેલી ક્રૂરતાથી હમીરભાઇનું મૃત્યુ થયું હોય મૃતકના પરિવારજનો તેમજ દલિત સમાજે જવાબદાર પોલીસમેન સામે હત્યાનો ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે તત્કાલીન સમયે મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરી દીધો હતો.
આ પણ વાંચો: ઓળખ છુપાવી હિંદુ વિધવા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને રાજકોટ પોલીસે ઝડપ્યો
ઘટના બાદ જમાદાર અશ્વિન નાસી ગયો હતો, પોલીસે મૃતકના પરિવારજનોને ખાતરી આપતાં રાઠોડ પરિવારે મૃતદેહ સંભાળી લીધો હતો. જોકે બાદમાં છ દિવસ વીતી જવા છતાં ફરાર એએસઆઇ કાનગડ પોલીસને હાથ આવ્યો નહોતો, અંતે શુક્રવારે સાંજે અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આંબેડકરનગરમાં ગત 14 તારીખે રાત્રે પિતા- પૂત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા હત્યાની પ્રયાસનો ગુનો નોંધાયા બાદ સારવારમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો માલવિયાનગર પોલીસે એટ્રોસિટી, હત્યાની કલમનો ઉમેરો કરી શોધખોળ શરૂ કરી હતી દરમિયાન આજે એએસઆઈ ડીસીબી સમક્ષ હાજર થતા અટકાયત કરી માલવિયાનગર પોલીસને કબજો સોપતા પોલીસે આજે કોર્ટમાં રજુ કરશે.