નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ડખો, અપક્ષ MLAએ રાહુલ ગાંધીના ‘DNA ટેસ્ટ’ની કરી માંગ

કેરળમાં ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષો કોંગ્રેસ અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વચ્ચો ડખા ચાલી રહ્યા છે. રાજ્યના એક ધારાસભ્યએ રાહુલ ગાંધીને ડીએનએ ચેક કરાવવાની સલાહ આપ્યા બાદ વિવાદ ઉભો થયો છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ના સમર્થક અપક્ષ ધારાસભ્ય પીવી અનવરે કહ્યું કે રાહુલ ગાંધી ‘નિમ્ન સ્તરના નાગરિક’ છે.

આજે મંગળવારે પલક્કડમાં એક ચૂંટણી રેલીને સંબોધતા, નિલામ્બુરથી ધારાસભ્ય પીવી અનવરે કહ્યું, ‘હું વાયનાડનો ભાગ છું, જે રાહુલ ગાંધીનો મતવિસ્તાર છે. તે એટલા નિમ્ન સ્તરના નાગરિક બની ગયા છે કે હું તેમને ગાંધી અટકથી બોલાવી શકતો નથી. તે ગાંધી અટકથી બોલાવવાને લાયક નથી, હું આ નથી કહી રહ્યો, ભારતની જનતા છેલ્લા બે દિવસથી આવું કહી રહી છે.

આ પણ વાંચો: માયાવતીએ ગાઝિયાબાદ યોજી રેલી, ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પર પણ છોડ્યા વાકબાણ

હકીકત એ છે કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણીથી અનવર નારાજ હતા. કેરળમાં તેમની તાજેતરની ચૂંટણી રેલી દરમિયાન, રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે અનેક આરોપો હોવા છતાં શા માટે તેમને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પૂછપરછ અને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે.

અપક્ષ ધારાસભ્ય અનવરે કહ્યું કે શું નહેરુ પરિવારમાં આવા સભ્યો હશે? શું નહેરુ પરિવારમાં જન્મેલ કોઈ આવું કહી શકે? મને તેના પર ખૂબ જ શંકા છે. મારો અભિપ્રાય છે કે રાહુલ ગાંધીનો ડીએનએ ટેસ્ટ થવો જોઈએ. રાહુલને જવાહરલાલ નેહરુના પૌત્ર કહેવાનો કોઈ અધિકાર નથી. આપણે વિચારવું જોઈએ કે શું રાહુલ ગાંધી પીએમ મોદીના એજન્ટ છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં હિંદુ યુવતીની હત્યા મામલે રાજકારણ ગરમાયું, PM મોદીએ પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કોંગ્રેસે પણ અનવરની ટિપ્પણી પર તડબાતોડ જવાબ આપ્યો છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એમએમ હસને કહ્યું કે પાર્ટીએ અપક્ષ ધારાસભ્ય વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. હસને એવી પણ માંગ કરી હતી કે પોલીસ તાત્કાલિક ધારાસભ્ય સામે કેસ નોંધે. તેમણે કહ્યું કે અનવરે નહેરુ પરિવાર અને રાહુલ ગાંધીનું અપમાન કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button