ઓળખ છુપાવી હિંદુ વિધવા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને રાજકોટ પોલીસે ઝડપ્યો
લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાનું કેટલી શોષણ થાય છે તેની એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં રહેતી 34 વર્ષીય વિધવા મહિલાને ભિસ્તીવાડમાં રહેતા હિસ્ટ્રીશીટર યાસીન ઉર્ફે ભૂરો ઉસ્માનભાઈ કેયડાએ લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાઓને તેના પ્રેમીનું અસલ સ્વરૂપ ખબર પડી જતા તેણે ઉસ્માનભાઈ કેયડા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, લવ જેહાદની આ ઘટના બાદ રાજકોટમાં હડકંપ મચી ગયો છે.
આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં ASI કાનગડની ધરપકડ
મળતી વિગતો મુજબ મહિલા નવ વર્ષ પૂર્વે પતિનું અવસાન થયા બાદ યાસીનના સંપર્કમાં આવી હતી. ત્યારે યાસીને પોતાનું નામ રાહુલ પ્રજાપતિ તરીકે આપ્યું હતું અને લગ્નની લાલચ આપતાં આઠ વર્ષથી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને જ્યારે જ્યારે ભોગ બનનાર મહિલા લગ્નની વાત કરતી ત્યારે ઝઘડા કરી મારકુટ કરતો હતો. અતિશય ત્રાસથી કંટાળેલી મહિલાએ ઉસ્માનભાઈ કેયડા સામે મહિલા પોલીસ મથકમાં આઇપીસીની કલમ 376, 504 અને 323 મુજબની દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: Nilesh Kumbhani: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે નિલેશ કુંભાણી ગાયબ, જાણો શું છે મામલો
મહિલા પોતે ટિફિન સર્વિસ તેમજ કપડાં વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આશરે 14 વર્ષ પૂર્વે તેના પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેમના સંપર્ક યાસીન ઉર્ફે ભૂરા સાથે થયો હતો. આરોપીએ મહિલા સાથે સંબંધ રાખી લગ્નની લાલચ આપી 8 વર્ષ દુષ્કર્મ આચર્યું હતું. પીડિત મહિલા આરોપી સાથેના સંબંધ બાદ ત્રણ સંતાનની માતા બની હતી.
આ પણ વાંચો: દ્વારકાના યુવાનનું દેશની સેનામાં જોડવાનું સ્વપ્ન અધવચ્ચે જ રોળાયું !
વિધર્મી શખ્સે જ્ઞાતિ છુપાવી વિધવાને હવસનો શિકાર બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યાસીન કૈયડાને જામનગર રોડ પર સાંઢિયા પુલના ખૂણા પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. યાસીન ઉર્ફે ભૂરો ઉસ્માનભાઈ કેયડા સામે ગુજસીટોકનો ગુનો નોંધાતા યાસીનની ધરપકડ થઈ હતી. હજુ ચાર માસ પૂર્વે જ ગુજસીટોકના ગુન્હામાં જામીન પર છૂટ્યો હતો.