Kabir Singh કો ગુસ્સા ક્યોં આતા હૈ?, વીડિયો થયો વાઈરલ…
જ્યારે કોઈ પણ સેલેબ્સ કોઈ જગ્યાએ જાય છે ત્યારે પેપ્ઝ હંમેશા એમના ફોટો ક્લિક કરવા માટે તલપાપડ હોય છે. સેલેબ્સ પણ ખૂબ જ ધીરજ અને હસી-ખુશીથી પેપ્ઝને પોઝ આપે છે પરંતુ ઘણી વખત કંઈક એવું બને છે કે સેલેબ્સ ગુસ્સે ભરાય છે પેપ્ઝથી નારાજ થઈ જાય છે. આવું જ કંઈક ‘Kabir Singh’ સ્ટાર Shahid Kapoor સાથે પણ થયું હતું. આવો જોઈએ શું થયું શાહિદ કપૂર સાથે કે હંમેશા શાંત દેખાતો શાહિદ ગુસ્સે થઈ ગયો…
વાત જાણે એમ છે કે હાલમાં જ શાહિદ કપૂર તેની પત્ની મીરા કપૂર સાથે ડિનર ડેટ પર ગયો હતો. મીરા અને શાહિદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોસ્ટ પોપ્યુલર કપલ છે અને મોકો મળતાં જ બંને જણ ગોલ સેટ કરવાનું ચૂકતા નથી. પણ ગઈકાલે કંઈક એવું બન્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચોકલેટી બોયની ઈમેજ ધરાવતો શાહિદ કપૂર એન્ગ્રી યંગમેન બની ગયો હતો અને પેઝ પર ગુસ્સો કરતો તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: આ અભિનેત્રીએ રિક્રિએટ કર્યો ‘રામ તેરી ગંગા મેલી’નો હોટ હોટ સીન….
ગઈકાલે એટલે કે સોમવારે શાહિદ કપૂર અને મીરા કપૂર મુંબઈની જ એક રેસ્ટોરન્ટમાંથી ડિનર કરીને નીકળી રહ્યા હતા એ સમયે ફોટોગ્રાફર તેમના બહાર ઊભા હતા. જેવા તેમણે બંને બહાર આવતા જોયા એટલે તરત જ તેમણે શાહિદ અને મીરાના ફોટો ક્લિક કરવાનું શરૂ કરી દીધું. આ જોઈને એક્ટરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. વીડિયોમાં તે ફોટોગ્રાફરને એવું કહેતો સાંભળવા મળે છે કે અરે તમે લોકો બસ કરશો કે હવે? તમે લોકો જરા યોગ્ય રીતે વર્તન કરશો કે? બસ સોશિયલ મીડિયા પર શાહિદનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
કેટલાક લોકો શાહિદને સપોર્ટ કરતાં જોવા મળી રહ્યા છે તો વળી કેટલાક લોકો તેને વખોડતા જોવા મળી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર ક્રિતિ સેનન સાથે તેરી બાતો મેં ઐસા ઉલઝા જીયામાં જોવા મળ્યો હતો અને તે ટૂંક સમયમાં જ ધ ઇમોર્ટલ અશ્વત્થામા અને બુલ ફિલ્મમાં પણ જોવા મળશે.