પક્ષપલટા કરનારા નેતાઓ માટે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કરી મોટી હાકલ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી ટાણે નેતાઓ દ્વારા વારંવાર પક્ષપલટો કરવો એ પરેશાન કરનારું છે. તેમણે પક્ષપલટા વિરોધી કાયદાને વધુ મજબૂત બનાવવાની આજે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ હાકલ કરી હતી.
પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેમના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમને સંબોધતા નાયડુએ કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન ફંડના યોગ્ય સંચાલન વિના ‘મફતમાં આપવાની’ જાહેરાત કરવી એ નુકસાનકારક પરંપરા છે. લોકોએ પણ પાર્ટીઓ અને નેતાઓને આ મોટા મોટા વચનો પર સવાલો કરવા જોઇએ. વેંકૈયા નાયડુને સોમવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે પક્ષપલટા વિરોધી કાયદાને મજબૂત કરવો જોઇએ. હવે ચિંતાજનક બાબત એ છે કે જાહેર જીવનમાં ધોરણો ઘટી રહ્યાં છે. રાજકીય પક્ષોમાં લોકો વારંવાર તેમના પક્ષો બદલતા હોય છે.
આપણ વાંચો: પ્રદૂષણને પગલે દિલ્હીની શાળાઓમાં 19 નવેમ્બર સુધી રજાનું એલાન
તાજેતરનો ટ્રેન્ડ એ છે કે લોકો સવારે એક પાર્ટીમાં હોય છે અને સાંજે બીજી પાર્ટીમાં જોડાય છે અને પછી તેઓ તેમના નેતાની ટીકા કરે છે અને ડાબેરી અને જમણેરી વાતો કરે છે, તેમાંથી કેટલાકને ટિકિટ મેળવવામાં પણ પ્રાધાન્ય મળે છે. આ ખૂબ પરેશાન કરનારી પ્રવૃતિ છે અને લોકોએ તેનાથી બચવું જોઇએ.
તેમણે કહ્યું કે લોકો પૈસા ક્યાંથી આવશે તે વિચાર્યા વિના વચનો આપી દે છે. રાજકીય પક્ષોએ એક ઢંઢેરો બહાર પાડવો જોઈએ અને બીજું તેઓએ રાજ્યની નાણાકીય સ્થિતિને અનુરૂપ યોજનાઓ સાથે આવવું જોઈએ અને ત્રીજું તેઓએ સમજાવવું જોઈએ કે સંસાધનો કેવી રીતે એકત્રિત કરવામાં આવશે અને પછી તેઓ તેનો ખર્ચ કેવી રીતે કરવા માંગે છે.
તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે બધું મફતમાં આપવું કેવી રીતે શક્ય છે કારણ કે પૈસા ઝાડ પર ઉગતા નથી.’ નાયડુએ કહ્યું કે રાજ્યો પર લાખો કરોડ રૂપિયાનો બોજ છે તેમ છતાં નેતાઓ બધું મફતમાં આપવાનું વચન આપી રહ્યા છે. હું એ વાતના પક્ષમાં છું કે શિક્ષણ અને આરોગ્ય બે મફતમાં આપવામાં આવે. શિક્ષણ અને આરોગ્ય મફત બનાવો અને બાકીનાથી બચવું જોઇએ.