આપણું ગુજરાત

દ્વારકાના યુવાનનું દેશની સેનામાં જોડવાનું સ્વપ્ન અધવચ્ચે જ રોળાયું !

જામ ખંભાળિયા: દેશની સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સ્વપ્ન અનેક યુવાનોનું હોય છે પરંતુ દરેકને માટે તે હકીકત નથી બનતી. દેશની સેવાની તક પ્રાપ્ત કરેલા દ્વારકાના આશાસ્પદ યુવાનનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો બ્રિજરાજસિંહ સોઢા આર્મીમાં સિલેક્ટ થયા બાદ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગમાં જઈ રહ્યો હતો, ત્યારે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર બેફામ કારચાલકે અડફેટે લીધો હતો. જેને સારવારઅર્થે હોસ્પીટલમાં દાખલ કરાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બ્રિજરાજસિંહના મૃત્યુથી તેનું દેશની સેનામાં જોડાવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું. પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. આરોપી કારચાલક પણ સગીર હોવાનું સામે આવ્યું છે. જેના વિરુધ્દ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button