પરિવારની Security And Safety માટે Galaxy Apartment છોડીને અહીં શિફ્ટ થશે Salman Khan…
આ મહિનાની 14મી તારીખે બોલીવુડના ભાઈજાન Salman Khanના નિવાસ સ્થાને થયેલી ફાઈરિંગની ઘટના બાદ હવે અભિનેતા Salman Khanએ પોતાના પરિવારની સુરક્ષા અને સલામતી માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ભાઈજાન સલમાન ખાન બાંદ્રા ખાતે આવેલું પોતાનું ઘર છોડીને હંમેશા માટે બીજી જગ્યાએ શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે. જોકે, સલમાન ખાન કે પછી ફેમિલી દ્વારા હજી આ બાબતે કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી કે જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર Salman Khan પોતાનો મોટાભાગનો સમય પનવેલ ખાતે આવેલા ફાર્મ હાઉસ પર જ પસાર કરે છે. તેને આ જગ્યા ખૂબ જ પસંદ પણ છે. આ સિવાય મહત્વની વાત એટલે કે પણવેલમાં આવેલું આ ફાર્મ હાઉસ Salman Khanના રિયાલિટી ટીવી શો Bigg Bossના શૂટિંગ લોકેશનથી ખુબ જ નજીક છે. ફેમિલીની સેફ્ટી અને સિક્યોરિટી માટે સલમાન ખાન પોતાના પનવેલ ખાતેના ફાર્મ હાઉસ શિફ્ટ થવાની વિચારી રહ્યો છે.
એક્ટરના પિતા અને રાઈટર Salim Khan પણ ફાઈરિંગની ઘટના બાદ બાંદ્રા ખાતેનું Galaxy Apartment છોડીને બીજે રહેવા જવા બાબતે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. જોકે, આ મામલે ખાન ફેમિલી દ્વારા ઓફિશિયલી કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ ખાન ફેમિલીની નજીકના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સલમાન ખાન ક્યારે પનવેલ ખાતેના ફાર્મ હાઉસ પર રહેવા જશે એ અંગે પણ કોઈ માહિતી નથી મળી.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે 14મી એપ્રિલના બાંદ્રા ખાતે આવેલા Salman Khanના Galaxy Apartment પર બે અજાણ્યા બાઈકચાલકો દ્વારા ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. બંને આરોપીઓએ આ ઘટનાને અંજામ આપતા પહેલાં દિવસો સુધી ભાઈજાનના ઘરની રેકી કરી હતી. એટલું જ નહીં પણ ઈદના દિવસે પણ ભાઈજાનના ઘરની બહાર ઉમટેલી ફેન્સની ભીડમાં પણ આરોપીઓ હાજર હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ઘટના બાદથી જ સલમાનની સુરક્ષાના વધારો કરવામાં આવ્યો છે.