મનોરંજન

બૉલીવૂડમાં ડેબ્યું પહેલા કિયારા અડવાણી કરતી હતી આ કામ

મુંબઈ: કિયારા અડવાણી અભિનય અને તેની બ્યુટીને લીધે બૉલીવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક છે. તાજેતરમાં કિયારાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેણે બૉલીવૂડમાં ડેબ્યું પહેલાના જીવન બાબતે વાત કરી હતી. કિયારાએ કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કર્યા પહેલા તેણે સ્કૂલમાં કામ કર્યું હતું અને સ્કૂલમાં કામ કરવું તેના એક્ટિંગ કરિયર માટે ખૂબ જ લાભદાયી સાબિત થયું હતું.

આ પણ વાંચો:
કિયારા અડવાણીએ એવું તે શું કહ્યું કે શોનો હોસ્ટ કરણ જોહર ખુદ ચોંકી ઉઠ્યો?

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં કિયારા અડવાણીએ કહ્યું હતું કે બૉલીવૂડમાં ડેબ્યું કર્યા પહેલા મારી મમ્મી સાથે એક સ્કૂલમાં કામ કરતી હતી. મારી મમ્મીએ નાના બાળકો માટે એક નર્સરી સ્કૂલ શરૂ કરી હતી. હું સ્કૂલમાં બાળકો સાથે રાઈમ્સ ગાતી હતી અને મેં અનેક વખત તેમના ડાઇપર્સ પણ બદલ્યા છે.

સ્કૂલમાં બાળકો માટે કામ કરવાનો અનુભવ ‘ગુડ ન્યૂઝ’ અને ‘કબીર સિંહ’ જેવી ફિલ્મોમાં પ્રેગ્નેન્ટ થવાની સીનમાં મને કામ આવ્યો હતો. કિયારા અડવાણીએ 2023માં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા હતા. કિયારાના ફિલ્મ કરિયરની વાત કરીયે તો તે છેલ્લે ‘સત્ય પ્રેમ કી કથા’માં જોવા મળી હતી.


આ પણ વાંચો:
ચાહકો માટે ‘બેડ ન્યૂઝ’ લઇને આવી તૃપ્તિ ડિમરી

કિયારા અડવાણીએ ‘ભૂલ ભુલૈયા’ ‘લસ્ટ સ્ટોરી’ અને ‘શેરશાન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે તે અભિનેતા રામ ચરણ સાથે ‘ગેમ ચેંજર’ આ ફિલ્મમાં જોવા મળવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button