મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ જેટ થયું દુર્ઘટનાગ્રસ્ત, એર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો…
મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઈવેટ જેટ સ્લીપ થવાની ઘટના સામે આવી રહી છે. કહેવાઈ રહ્યું છે કે ખરાબ હવામાને કારણે આ દુર્ઘટના થઈ છે અને આ દુર્ઘટનાને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક ઓફ રોકી દેવામાં આવ્યા છે. દુર્ઘટના કયા કારણોસર થઈ છે એ અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વિમાનમાં છ પ્રવાસી અને બે ક્રુ મેમ્બર સવાર હતા. એવું કહેવાઈ રહ્યું છે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી. હજી સુધી કોઈને ઈજા પહોંચી હોય એવી માહિતી નથી મળી રહી.
વિશાખાપટ્ટનમથી મુંબઈ પહોંચનાર વિમાન વીએસઆર વેન્ચર્સ લિયરજેટ 45 એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રનવ-27 પર લેન્ડિંગ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating flight from Visakhapatnam to Mumbai was involved in runway excursion (veer off) while landing on runway 27 at Mumbai airport. There were 6 passengers and 2 crew members on board. Visibility was 700m with heavy rain. No casualties…
— ANI (@ANI) September 14, 2023
મળી રહેલી માહિતી પ્રમાણે વિમાન VT-DBL દુર્ઘટનાગ્રસ્ત થતાં મુંબઈ એરપોર્ટ એર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. રનવે ક્લિયર કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વિમાન રનવેથી આગળ કાચા રસ્તા પર ઉતરી ગયું હતું અને એને કારણે મુંબઈ એરપોર્ટના રનવે પર અસર જોવા મળી છે.
વિમાનમાં સવાર તમામ લોકોને મેડિકલ હેલ્પ માટે હોસ્પિટલ રવાના કરી દેવામાં આવ્યા છે. આ લિયરજેટ સિરીઝનો વિમાન હતો, જે વરસાદને કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઘટનાસ્થળે હાજર છે અને આ દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.